________________
હતી અને તેને કારણે તેમના જીવનને નવો જ અર્થ મળ્યો હતો. તેમની પ્રતિભામાંથી સતત શાંતિ, મૃદુતા અને શાતાના ભાવ અને સ્પંદનો પ્રતિબિંબિત થતાં.
ગુરુદેવ અને તેમની શક્તિશાળી પૅન
અત્યાર સુધી તેઓ પોતાના પિતા અને ગુરુ સાથે પોતાની સૂઝ અને વિચારો ખાનગીમાં વહેંચતા અને વક્તવ્ય આપતી વખતે લોકોને પણ જણાવતા. ક્યારેક તેઓ પોતાની અંગત રોજનીશીમાં પણ જાતને અભિવ્યક્ત કરતા. સમયાંતરે તેમને સમગ્ર સમાજને અપનાવી લેવાની પ્રબળ ઇચ્છા જાગી. તેમણે પોતાનાં લખાણો અખબારો અને આધ્યાત્મિક સામયિકોમાં પહોંચાડ્યાં. તેમના લેખમાં, તેમના પોતાના અનુભવોને
- ૫૫ -
ચિત્રભાનુજી