________________
મૈત્રીનું સંગીત
ધિક્કાર અને પૂર્વગ્રહથી અંધ બનેલા માણસની નજર કેટલી બધી સુંદરતા જોવાનું ચૂકી જાય છે. જો તે જાતની અંદર શાંતિપૂર્ણ સંવાદિતા શોધવાની આશાથી લાગણીનો વિસંવાદ અને ખોટા આંતરિક ઘોંઘાટને બંધ કરી શકે તો તેને મૈત્રીનું કેટલું સુંદર સંગીત અનુભવવા અને સાંભળવા મળે.
- ચિત્રભાનુજી
પ્રકરણ ૮:
વનું સાચું સ્વરૂપ
5) વા સાધુ મુનિ ચિત્રભાનુએ મુખ્ય પ્રવાહનાં પ્રકાશનોમાં પોતાનાં લખાણો દ્વારા
ખૂબ પ્રખ્યાતિ મેળવી હતી અને તેમનાં વાચકોમાં તે અત્યંત સન્માનનીય લેખક હતા, છતાં પણ હજી તે પોતાના ગુરુના ખંતીલા શિષ્ય હતા અને
તેમણે સોપેલાં કાર્યો પૂર્ણ કરવા એ પોતાની પહેલી ફરજ ગણતા હતા. આ સાથે સાથે આંતરિક પરિવર્તનની પ્રક્રિયા પણ ગતિ પકડી રહી હતી. આ પ્રક્રિયાના દૃષ્ટાંત વિવિધ પ્રસંગે જોવા મળ્યા.
એક દિવસ ચિત્રભાનુજી એક માણસને મળ્યા જેની પાસે સિંહને કાબૂમાં લઈ શકવાની ચમત્કારિક શક્તિ હતી. તે ગિરનારના જંગલમાં રહેતો હતો. તે એવો વિસ્તાર હતો જ્યાં ઘણાં જંગલી જાનવરો વસતાં હતાં જેમાં સિંહોનો પણ સમાવેશ થતો હતો. ચિત્રભાનુજીએ તેની સાથે થોડા દિવસ પસાર કર્યા. સિંહ સાથે આટલી બધી નીડરતાથી કામ લેનારા આ માણસના ચમત્કારનું શું રહસ્ય હતું? તે બીજું કંઈ નહિ પણ પ્રેમની શક્તિ હતી. તે માણસે એક વાર ખૂબ ખરાબ રીતે ઘાયલ થયેલા સિંહને પૂરા પ્રેમ અને નિષ્ઠાથી સાજો કર્યો હતો, તેની કાળજી લીધી હતી. આ પ્રક્રિયામાં તે બન્ને વચ્ચે એક ન જોયેલી પણ ગાઢ મૈત્રી બંધાઈ હતી. બે કે ત્રણ વર્ષ સુધી તેમણે કોઈ પણ ડર વિના પેલા ઘાયલ સિંહની કાળજી લીધી હતી. સાજા થયા પછી જંગલમાં પાછો ચાલ્યો ગયો હોવા છતાં તે સિંહ રોજ સાંજે પોતાના મિત્રને મળવા આવતો. આ સંબંધથી ચિત્રભાનુજી દ્રવી ઉઠ્યા હતા કારણ કે તે વ્યક્તિ તેમને માટે એક જીવંત દૃષ્ટાંત સાબિત થઈ હતી. જે રીતે એક પ્રાણી અને મનુષ્યએ એકબીજા પર વિશ્વાસ
- ૫૭ -
ચિત્રભાનુજી