________________
આધારે નવો જ અભિગમ વણાયેલો રહેતો અને તે બહુ ઊંડી સૂઝ ધરાવનારો હતો. ખાસ કરીને ગુજરાતી અખબાર ‘સંદેશ’નાં વાચકોએ તેમનાં લખાણને ખૂબ આવકાર્યું.
જોકે તેમનાં લખાણો માટે તે પોતાનું લાંબું ધાર્મિક નામ ‘પરમ પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી ચંદ્રપ્રભસાગર મહારાજજી' ન વાપરતા. આ લાંબું નામ તેમને એ સાધુઓ સાથે સાંકળતું જેના સમૂહ સાથે અને પંથ સાથે જોડાયેલા હતા. તેમને એ તમામ મર્યાદાઓ અને ભાગલાની પાર જઈને પોતાનાં લખાણોમાં જૈન ધર્મના સિદ્ધાંતો સામાન્ય માણસની ભાષામાં વ્યક્ત કરવા હતા. તેમણે પોતાને માટે નવું નામ શોધ્યું અને અખબારોમાં તે ‘ચિત્રભાનુ’જીને નામે લખતા.
ચિત્રભાનુનો અર્થ થાય છે સૂર્યનો અર્ક, દૈવી સમજાગરૂકતા. તે સત્યનું સબળ પ્રતીક છે. આમ ચંદ્રપ્રભની ચંદ્ર જેવી આંતરિક શાંતિએ મુનિશ્રીને જીવન બક્ષતાં પ્રાથમિક સ્રોત તરફ દોર્યા હતા - સૂર્ય - આમ મુનિશ્રી ‘ચિત્રભાનુજી’ની ચુંબકીય ઊર્જામાં અવતિરત થયા હતા.
તેમણે ઉપનામ વા૫૨વાની શરૂઆત કરી હોવાને કારણે ઘણા મહિનાઓ સુધી આ લેખકની ઓળખ છૂપી રહી. ત્યાં સુધીમાં તેમણે પોતાને ગુરુદેવના હુલામણા નામે ઓળખતા અનેક વાચકોનાં હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું.
યુગપુરુષ
-
૫૬