________________
સંતાઈને સિગારેટ પીવાના આ પ્રસંગો તે બધા માટે બહુ રોમાંચક બની રહેતા. જેની બંધી હોવી જોઈએ તેવી સિગારેટના તેમણે બે કશ માર્યા અને તેમને ખાંસી આવવા માંડી. તેમની સાથેના એક મિત્રે ફરી સિગારેટ સળગાવી અને બેધ્યાનપણે દિવાસળી કુશકીના ઢગલા તરફ ફેંકી દીધી. છોકરાઓને કંઈ ખબર પડે કે એમણે ફેકેલી દિવાસળીને પગલે શું પરિણામ આવે પહેલાં તો કુશકીનો ઢગલો ભડભડ સળગવા માંડ્યો. જેમતેમ હિંમત ભેગી કરીને બધા મિત્રો ત્યાંથી નાસી ગયા. તેઓ બહુ દૂર ભાગી શકે એ પહેલાં આસપાસના લોકોની તેમની પર નજર પડી. રૂપના પિતા શહેરના અગ્રણી હોવાને કારણે લોકો માટે છોગાલાલજીના દીકરાને ઓળખવું અઘરું નહોતું. છોકરાઓને ત્યાંથી ભાગી જતા જોઈ લોકોને લાગ્યું કે કંઈક ખોટું થયું છે.
તેમણે બૂમ પાડી, “રૂપ... ઊભો રહે. શું થયું? આમ પાગલોની માફક કેમ દોડી રહ્યા છો? થોભો..”
રૂપ ગભરાયો. અત્યાર સુધીમાં તેને ખાતરી થઈ ગઈ હતી કે તેનાથી કોઈ મોટો ગુનો થઈ ગયો છે. તેના કહેવાતા મિત્રો તેને ત્યાં એકલો મૂકીને નાઠા અને રૂપ વધારે ગભરાઈ ગયો.
હે ભગવાન, હું હવે ઘરે કેવી રીતે જઈશ? મને મારા પિતા ઠપકો આપશે તો? હું તેમને શું જવાબ આપીશ?
આ મૂંઝવણમાંથી જાણે એને જાતે જ સૂચન મળ્યું. તેણે નક્કી કર્યું કે પોતે પિતાનો સામનો જ ન કરવો પડે એટલે ઘરે જ નથી જવું. તેના મને કહ્યું કે પોતે જે કર્યું છે પછી કોઈ કાળે પિતાનો સામનો નહીં કરી શકે. અપરાધભાવ અને અકળામણમાં પિસાતા રૂપે આખો દિવસ વિના કારણે રખડ્યા કર્યું.
સાંજે દુકાન બંધ કરીને છોગાલાલજી ઘરે પાછા ફર્યા. રૂપ ક્યાંય દેખાયો નહિ. થોડા કલાકો પસાર થયા પછી પણ રૂપની ગેરહાજરી અંગે એમને ચિંતા અને શંકા બને થવા માંડી. સામાન્ય રીતે રૂપ તેના મિત્રો સાથે ગમે એટલો વ્યસ્ત હોય એ સાંજ પડે અમુક ચોક્કસ સમયે ઘરે પહોંચી જ જતો. પરંતુ આજે રોજ જેવો દિવસ નહોતો અને છોગાલાલજીને રૂપની ચિંતા સતાવવા લાગી. તેમણે આસપાસમાં પૂછ્યું પણ કોઈને રૂપ વિશે કંઈ જ ખબર નહોતી. અંતે કોઈને યાદ આવ્યું કે તેમણે શહેરની બહાર આવેલા મંદિર પાસે રૂપને જોયો હતો. થોડા કલાકોમાં છોકરાઓનાં તોફાન વિશે પણ છોગાલાલજીને ખબર પડી.
છોગાલાલજીને જાણીને સૌથી પહેલાં તો ધરપત થઈ કે તેમનો દીકરો સલામત હતો. સમજદાર અને ધીરજવાન છોગાલાલજીએ જેમ સામાન્ય રીતે બીજા વાલીઓ
યુગપુરુષ
- ૧૬ –