________________
તેણે પોતાના માથામાં પણ સહેજ દુખાવો અનુભવ્યો. છતાં પણ પોતે સ્વસ્થ તંદુરસ્ત યુવક હોવાને કારણે તેણે આ દુખાવાને અવગણીને પોતાની રોજિંદી ક્રિયાઓ ચાલુ
રાખી.
પરંતુ બીજા દિવસે સવારે જ્યારે તેણે ઊઠવાનો પ્રયત્ન કર્યો ત્યારે સહેજ અમસ્તા હલન-ચલનથી પણ તેના સાંધામાં ખૂબ જ દુખાવો થતો હતો. તેને તાવ પણ હતો જે દિવસ ચઢતાં વધી રહ્યો હતો. આવનારા દિવસોમાં તેની તબિયત કથળતી ગઈ. આખરે એવો દિવસ આવીને ઊભો રહ્યો કે તે પોતાના પલંગમાંથી ખસી પણ નહોતો શકતો. કારમો દુખાવો આંગળીઓથી માંડીને ઘૂંટણ સુધી ફેલાઈ ચૂક્યો હતો. રૂપને ભારે ક્ષુબ્ધતા પણ થવા માંડી. ડૉક્ટરે તેને રૂમેટિક ફિવર એટલે કે સંધિવાના તાવનાં લક્ષણ હોવાનું જાહેર કર્યું અને તેને સંપૂર્ણ આરામ અને એકલતામાં રહેવાનો હુકમ કરાયો.
રૂપને સાજો કરવા માટે પિતા છોગાલાલજી અને ફઈ ગજરા તો જાણે કોઈ ઝનૂનથી મંડી પડેલ હતાં. જોકે તબીબી સારવારની કોઈ અસર દેખાતી નહોતી. જ્યારે તેની આંગળીઓને લકવા મારી ગયો ત્યારે રૂપ સતર્ક થઈ ગયો. રૂપને સંનિપાતના હુમલા પણ આવતા હતા. આખરે તે દેખીતી મૂર્છા અવસ્થામાં પટકાયો અને સાત દિવસ એમ જ પસાર થઈ ગયા. દીકરાની હાલત જોઈને ગભરાઈ ગયેલા છોગાલાલજી પણ પરવશ હતા.
રૂપની બીમારી લાંબો સમય ચાલી તો ?
રૂપ સાજો નહિ થાય તો ?
એની જિંદગી પર જોખમ છે કે શું?
રૂપ નહિ બચે ?
આ સવાલોનો કોઈ જવાબ નહોતો. તેના આત્માની કુદરતી શક્તિ એક જ આશા હતી, તેના જીવનનો પ્રાણ અને સ્રોત જ જાતે બેઠો થઈને સ્વને ફરી સ્વસ્થ કરશે.
મૂર્છિત અવસ્થાના આ અઠવાડિયામાં રૂપને કેટલાંક ડરામણાં સ્વપ્ન આવ્યાં તો કેટલાક પ્રતીકાત્મક આભાસ થયા. એ તમામ તેની જિંદગીની આધ્યાત્મ ખોજ અને શુદ્ધિકરણના માર્ગે જવાનું કારણ બન્યા.
૩૧
ચિત્રભાનુજી