________________
ત્યજી દે, મારે માટે બધું જ ત્યજી દે. ઇચ્છાઓની જાળમાં ફસાઈશ નહિ. આ વિશ્વમાં તને તારી પોતાની એક અલગ દુનિયા બનાવવા માટે મોકલવામાં આવ્યો છે. તારી મુસાફરી શરૂ કરવાનો ઝળહળતો માર્ગ શરૂ થઈ ગયો છે.
આ એક નવી જાગૃતિનો દિગ્મૂઢ કરી દે તેવો સાક્ષાત્કાર હતો.
આત્માની તૃષ્ણા આત્મા જ છિપાવી શકે છે. માત્ર આત્મા જ આ બદલાતાં સ્વરૂપોના વિશ્વથી આગળ વધી શકે છે. અસ્તિત્વની પીડા અને શોકથી પર પણ આત્મા જ લઈ જઈ શકે છે.
આ આભાસ પછી રૂપે જોયું કે તેના હાથમાં એક માળા હતી. સુખડનાં મોતીઓ પર તેની આંગળીઓ ૨મવા માંડી. તેને નવાઈ લાગી કે જેવો તે એક મોતીને અડતો, તે દોરીમાંથી સરી જઈ તેની નીચે આવેલી ખાઈમાં ગરક થઈ જતું.
હવે વાસ્તવિકતા સ્વીકારવાનો સમય આવ્યો હતો.
હું કશાયનો માલિક નથી. કોઈ મારું માલિક નથી. મારે મારો રસ્તો શોધવો જ રહ્યો.
જેમ જેમ તે આ જીવન પરિવર્તન તરફ આગળ વધી રહ્યો હતો તેની સાથે સાથે તે અંતઃસ્ફૂર્ણાથી આધ્યાત્મ અને તત્ત્વચિંતનના ગૂઢાર્થની સમજણ તરફ પણ આગળ વધી રહ્યો હતો. ફરી તેણે જાણે કોઈ અંતરથી એ શબ્દો સાંભળ્યા, મારી પાસે આવ, બધું ત્યજીને મારી પાસે આવ.
અજાગ્રત મનના આ ભવ્ય અનુભવોની વચ્ચે તેને જાણે અચાનક લાગ્યું કે તેને ખબર હતી કે હવે તેણે શું અનુભવવાનું હતું, તેને એ પણ ખબર હતી કે તેણે શું જાણવાની જરૂર હતી. તેનું હૃદય એક પરમાનંદથી ભરાઈ ગયું, જેને કારણે તેને રોમાંચની અનુભૂતિ થઈ. તેની બાકીની જિંદગી હવે કઈ રીતે પસાર થશે તે અંગેનો આભાસ પણ હવે બિલકુલ સ્પષ્ટ હતો. તેનું મન એકદમ શાંત હતું.
તેણે જાણ્યું કે જે પ્રેમને તે આ પરિવર્તનશીલ અનુભવ પહેલાં જાણતો હતો તે તો માત્ર પ્રેમનું બીજ હતું. હવે એ બીજમાં ફણગો ફૂટ્યો હતો અને તે દૈવી છોડને કૂંપળો આવી હતી. સતત વધી રહેલી જાગરૂકતાનું આ ફૂલ કોઈ સામાન્ય બાબત નહોતી. તે ખૂબ સુંદર હજારો પાંખડીઓવાળું કમળ હતું. રૂપ તેની સાથે પૂરેપૂરો હળી ગયો. સાવ સાદું છતાંય ખૂબ ગૂઢ સત્ય, જીવનના ઐક્યનું સત્ય જ જાણે કે તેની સામે
યુગપુરુષ
૩૪ -