________________
ડર અને ઇચ્છાઓ વચ્ચે ઝૂલતા રૂપને બધું જ ખતમ કરી દેવાની ઇચ્છા પણ થઈ આવતી.
મદદ... મને શાંતિ જોઈએ છે. હું મરવા નથી માંગતો.' એક વાર તે પીડાથી બૂમ પાડી ઊઠ્યો.
રૂપને ખબર નહોતી કે પોતે કોની સાથે વાત કરી રહ્યો હતો પણ કોઈ અજાણ્યો હાથ તેના માથે ફરી રહ્યો હતો અને એક ધીરજ બંધાવતો અવાજ તેને સંભળાયો.
આંખો ખોલ બેટા...
શું એ કરુણામય અને મૃદુ અવાજ તેની સ્વર્ગસ્થ માનો હતો?
તેણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. બધું જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું અને તેણે કુટુંબીજનોના હસતા ચહેરા જોયા, તેને દવા લેવા અને પાણી લેવાનું કહેનારા તેના સ્વજનો તેની આસપાસ હતા.
આ મારા પિતા જ હોવા છતાં પણ મને તે અલગ અને મારાથી દૂર શા માટે લાગે છે? મને કેમ એવું લાગે છે કે હું અહીંનો નથી રહ્યો?
પરિચિત અવાજોની વચ્ચે તેને એક એવો વિચાર આવ્યો જેની સ્પષ્ટતા અને સટિકતા જાણે વીજળીની માફક ત્રાટકી.
હા. આ મારા જ સ્વજનો છે. હા તેઓ માયાળુ અને મૃદુ છે. હા તે મને પ્રેમ કરે છે, પણ હું તો અહીં મુસાફર છું. આ માત્ર વિસામો છે. મારી યાત્રા હજી સમાપ્ત નથી થઈ. મારે એ ક્યારેય ભૂલવું ન જોઈએ.
પણ પોતાનાં કુટુંબ સાથે જોડતી એ ક્ષણો રૂપના માનસમાં બહુ લાંબુ ન ટકી. થોડી જ પળોમાં રૂપ ફરી મૂર્ણિત થઈ ગયો. સપનાંઓ અને આભાસો દેખાવાનું ચાલુ રહ્યું જેમાં તેણે ફરી પોતાની જાતને ભૂખ્યો અને તરસ્યો ભાળ્યો. તેણે અમૃત ભરેલી એક બરણી જોઈ અને તેમાં ખાલી બોળીને તે પીવાનો પ્રયત્ન કર્યો, પણ હોઠ પાસે આવતાં જ તે પ્યાલી ખાલી વર્તાઈ. તેણે વારંવાર પ્રયત્ન કર્યો પણ ખાલી હોઠ પાસે આવતાં ખાલી જ થઈ જતી.
તેને પોતાના આત્મામાં ફરી એ અભિભૂત કરી દેનારા અવાજના પડઘા સંભળાયા.
- ૩૩ -
-
- ૩૩ -
ચિત્રભાનુજી