________________
કેટલાક આભાસમાં રૂપે જાતને સોના ચાંદીથી ભરેલાં કોથળા ધરાવતા વેપારી તરીકે જોઈ. તેની સામે અભુત કારીગરી કરેલા ઝવેરાત અને સોનાની લાદીઓના ઢગલા પડ્યા હતા, પણ રૂપે તેનાથી મોં ફેરવી લીધું. તેણે રોષમાં આ તમામને લાત મારી અને આશ્ચર્યની વાત એ છે કે તેણે એ ઝવેરાતને પોતાનાથી દૂર સરી જતા ચમકદાર પીળા અનેક સાપમાં ફેરવાતા જોયું.
અન્ય સ્વપ્નમાં રૂપને કકડીને ભૂખ લાગી હોય તેવો આભાસ થયો. તેણે પોતાની જાતને ખૂબ બધા ઈડલી ઢોસા ખાતા જોયો. રૂપને એવી તરસ લાગી હતી કે તેની કલ્પનામાં એક પાણીથી છલોછલ તળાવ દેખાયું પણ અંતે તો તે ઝાંઝવાનું જળ જ સાબિત થયું. તેણે મીઠું ફળ જોઈને ખાવાની કોશિશ કરી તો મોં રાખથી ભરાઈ ગયું.
ઘણાં સપનાંમાં તેણે જાતને સુંવાળા કાપડ પર ચૂંટણભેર ઝૂકેલો જોયો. મનની આંખો સામેથી ધન, વૈભવ અને વિલાસની ચીજો પસાર થતી જોઈ. જાણે કોઈ તેના કાનમાં હળવેથી કહી રહ્યું હતું, “આ દુનિયાની છીછરી બાબતોથી ન લલચાતો. તું તપસ્યા કરી શકે તેમ છે. અત્યારે તું શરીર અને આત્મા શુદ્ધ કરી રહ્યો છે.'
રૂપે પોતાનાં મન અને શરીર વચ્ચે ઇન્દ્રિયોની કામના તથા આધ્યાત્મિક અનુભવ અને બલિદાન વચ્ચેનું યુદ્ધ અનુભવ્યું. રૂપને આવા વિરોધાભાસી સ્વપ્નોનું મહત્ત્વ તો ખબર નહોતું પણ તેને લાગ્યું કે આ સપનાં તેને સજાગતાની અલગ જ દિશામાં લઈ જઈ રહ્યાં છે. તેની આંતરિક દુનિયામાં બહુ મોટાં પરિવર્તન આવી રહ્યાં હતાં અને ધીરે ધીરે તેને વિદ્વત્તા અને બુદ્ધિજીવી ક્ષમતાઓ પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું હતું. તેને બાહ્ય દુનિયાની ઘટમાળનો કંટાળો અને નિરર્થકતા સમજાવા માંડ્યા હતા. આંતરિક જાગૃતિને પગલે તે બાહ્ય ક્ષુલ્લક બાબતોને દૂર રાખવાની શક્તિ કેળવી રહ્યો હતો, બિલકુલ એ રીતે જાણે આપણે અણગમતા મહેમાનોને ટાળતા હોઈએ. રૂપ પણ એવી બાબતોને ટાળી રહ્યો હતો. તે જાણે પોતાની અંદર થઈ રહેલાં આ પરિવર્તનનાં મંથનનો સાક્ષી અને અવલોકનકાર હતો. એક પછી એક તે બધી જ નકારાત્મકતા, રોષ અને ઇચ્છાઓને દૂર કરી શક્યો જે તેની જાગરૂકતામાંથી બેઠી થઈ હતી અને જે બાહ્ય દુનિયાનો અવિભાજ્ય હિસ્સો હોય છે.
જોકે તેના મન અને હૃદય વચ્ચેનો એ કલાઈડોસ્કોપ જેવો ખેલ રૂપ માટે સરળ ન હતો, અને તે ચાલ્યો પણ લાંબો સમય. ઘણી વાર રૂપને તરછોડાયેલા જેવી લાગણી થતી અને તે કોઈનો સાથ ઝંખતો પણ કોઈ હતું નહીં. તરવરતો યુવાન હોવા છતાં અને સંજોગો સાથે લડી શકે અને બળવાખોર તથા સ્વતંત્ર મિજાજી હોવા છતાં તે ઘણી વાર લાચારીમાં બાળકની માફક ધ્રુસકે ધ્રુસકે રોઈ પડતો. તે ઘોર નિરાશામાં રડતો.
યુગપુરુષ
- ૩૨ -