________________
માટે કેટલાંક ઘરોમાં જવાનો સમય થયો હતો. ગૌચરી શબ્દનો અર્થ થાય છે જેમ ગાય ચરે તે રીતે. ગૌચરી એક એવી પદ્ધતિ છે જેના દ્વારા જૈન સાધુઓ પોતાના સમૂહ માટે ખોરાક એકઠો કરે છે. ખોરાક એકઠો કરવામાં જૈન સાધુઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જૈન સાધુઓ પોતે ક્યારેય રાંધતા નથી. તેઓ પોતે ક્યારેય સીધું કે કરિયાણું ખરીદતા નથી (તેમની પાસે ક્યારેય નાણાં નથી હોતાં). આ બધું કરવાને બદલે તેઓ તેમના ધર્મના માનનારાઓને ઘરે જઈને ભિક્ષા મેળવે છે. આ રીતે ખોરાક મેળવે તેને ગૌચરી કહેવાય. તેઓ ભિક્ષામાં માત્ર પહેલેથી રાંધેલું હોય તેવું જ ભોજન સ્વીકારી શકે. તેમને માટે વિશેષ રીતે રંધાયેલી વસ્તુઓ તેઓ ન સ્વીકારી શકે. આ ઉપરાંત તેમણે ઓછામાં ઓછાં સાત ઘરોની મુલાકાત લેવી પડે. કારણ કે દરેક ઘરેથી તેઓએ થોડું થોડું જ સ્વીકારવાનું હોય છે, તેઓ એક કે બે વસ્તુથી વધારે ખોરાકની વસ્તુઓ એક ઘરેથી ન મેળવી શકે. બિલકુલ એ જ રીતે જે રીતે ગાય જમીનના જુદા જુદા હિસ્સાઓમાંથી થોડું થોડું ચરતી હોય છે, જમીનના કોઈ એક ચોક્કસ હિસ્સા પર ચરીને તેને ખલાસ નથી કરી દેતી. જ્યારે સાધુ ઘર પાસે પહોંચે ત્યારે રિવાજ પ્રમાણે તેણે ધર્મ-લાભની બૂમ પાડવાની હોય છે જે સાંભળીને ઘરના લોકો બહાર આવીને તેમના હાથમાં અસવજ્જાવિત્તી અથવા ખોરાક જેને તૈયાર કરવામાં કોઈ હિંસાનો ઉપયોગ નથી થયો તેવી વસ્તુ મૂકે છે. તેમણે ભેગો કરેલો ખોરાક માત્ર એક જ ભાણા પૂરતો હોય છે કારણ કે તેમને બીજી વારના ભાણાં માટેનો ખોરાક સંગ્રહ કરવાની છૂટ નથી હોતી. આ ખોરાક તેમના કાષ્ઠના પાત્રમાં મુકાય છે. સાધુઓ, તેવા જ લોકોના ઘરે જઈ શકે છે જેઓ ઇંડા, કોઈ પણ પ્રકારનું માંસ કે માછલી ન રાંધતા હોય. શાકાહાર એ અહિંસાના સંદેશા જીવનનો એક અગત્યનો હિસ્સો છે અને આમ તે દરેક જીવને સન્માને છે. મુનિશ્રીને તે સમયે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે જીવનના આગલા તબક્કામાં તેઓ શાકાહારથી પણ આગળ વધીને વિગનીઝમની એવી પદ્ધતિ અપનાવવાના છે કે તેમાં તેઓ કોઈ પણ પ્રકારની પ્રાણીજ વસ્તુઓનો ઉપયોગ નહિ કરે. તેમાં દૂધની બનાવટોનો પણ સમાવેશ થવાનો હતો. નવા મુનિને બહુ જલદી ભિક્ષા માગવાની આ રીત માફક આવી ગઈ. લોકોને ઘણી વાર આટલા સોહામણા યુવાનને સાધુ બનેલો જોઈને આશ્ચર્ય અને આઘાત થતા. તેમની બાળસહજ નિર્દોષતા, તેજ અને આગવા આકર્ષણને પગલે તે જેને પણ થોડા સમય માટે મળતા તેનું હૃદય જીતી લેતા. એક ફરતા સાધુ તરીકે તે જે પણ નિયમો અનુસરતા તે બધા પાછળ પીડાના ધાબળાને ફગાવી દઈને મૃત્યુના ડરમાંથી મુક્ત થવાનો અંગત ધ્યેય પણ રહેલો હતો. જોકે જૂની યાદો અને સંબંધોને ભૂલી જવા એટલા સરળ નહોતા. તેમનું મન અવારનવાર ભૂતકાળમાં સરી પડતું. તેમને લાગ્યું કે ધ્યાન ધરતી વખતે પોતે પૂરતું લક્ષ્ય નથી આપી શકતા.
યુગપુરુષ
- ૪૮ -