________________
મૌન
મૌન આપણને અંદરથી ઊર્જાવાન બનાવે છે. તે કેન્દ્રમાં ઊર્જા એકઠી કરે છે. મૌન થકી વાણીનો અકથ્ય આનંદ મળે છે. મૌન દ્વારા આત્મવિશ્લેષણ સંભવે છે. જેના થકી મન આંતરિક શાંતિનાં સંગીતને અનુસરે છે અને
તે પણ એવું જ છટાદાર બને છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ :
આધ્યાત્મિક વિકાસ
કો-હમ અથવા હું કોણ છું ?
૨૫ જે હવે મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી બની ચૂક્યો હતો, તેણે પોતાના સાધુ
જીવનના નવા અવતારનો પહેલો દિવસ ધ્યાન ધરીને મૂળભૂત પ્રશ્નોના વિચાર કરવામાં ગાળ્યો. તેણે “કો'ના સ્વરે શ્વાસ લીધો અને અહમના અવાજે ઉચ્છવાસ
કાઢ્યો. આમ વારંવાર કરવાથી તે પોતાની જાતને, પોતાની ચેતનાને ઊંડે સુધી વલોવીને શુદ્ધ કરી શક્યો. આ તબક્કે તેણે પોતાની જાતને છીછરા જવાબોની સામે ઊભેલો જોયો, જે બધા જૂની આદતો, લાલચ અને ધરબાઈ રહેલા ગુસ્સાના અવશેષ હતા. પણ આ પ્રશ્નો સંબોધવા માટે તેણે નવા શબ્દનો પ્રયોગ કર્યો.
નાહમ અથવા હું નહીં
- તે ભૂતકાળની શીખેલી બાબતોના સ્તરોને આ રીતે પદ્ધતિસર ધીરે ધીરે ઉખાડતા શીખ્યો હતો જેથી અંતે તે સો-અહમની બિલકુલ સમક્ષ આવી શકશે. સોહમ એટલે જેને કોઈનો સ્પર્શ નથી થયો, જેમાં કોઈ ક્ષતિ નથી – તેવું જાતનું આંતરિક કેન્દ્ર. સવારના ધ્યાન પછી તે પોતાનાથી વરિષ્ઠ તેવા સાધુઓ સાથે રોજના વિહારમાં જોડાયા. હાથમાં ઓઘો અને એક વિશેષ રીતે તૈયાર કરાયેલા પાત્રને લઈને તેઓ મધ્યાહન સુધી ચાલ્યા. તેમાંથી કેટલાક ચૂપચાપ ચાલ્યા અને અન્ય મંત્રોચ્ચાર કરતા ચાલ્યા. એક ગામડે પહોંચતાં સુધીમાં તેઓ ૧૨ માઈલ જેટલું ચાલ્યા હતા. હવે ગૌચરી મેળવવા
- ૪૭ -
ચિત્રભાનુજી