________________
આપમેળે આવી ગયું હતું. તેને અપ્રતીમ સ્વતંત્રતાનો અનુભવ થયો. તેના આ અનુભવાતીત માનસમાંથી જે પણ સૂક્ષ્મ દૃષ્ટિ મળી તે સુંદર મર્મજ્ઞ હતી. તેણે જોયું કે જીવનનો અર્થ માત્ર આપવાની ક્ષમતામાં જ રહ્યો છે જે આગળ જતાં ઉચ્ચ સત્યમાં ભળી જાય છે.
બધા માણસોમાં એક એવી પ્રકૃતિ છુપાયેલી હોય છે જેના કારણે સર્જનાત્મક જીવન આપનારી ગુણવત્તાઓ પ્રેમાળ આત્મા મારફતે કોઈ પણ ભેદભાવ વગર તમામ માટે પ્રકાશે છે.
ગુસ્સા ભરેલી બૂમો, સમજી ન શકાય તેવા આદેશ અને વિચિત્ર સંગીત. બધું જ હતું અને પછી ધીરે ધીરે એ બધું ચાલ્યું ગયું. અંતે, એક ગૂઢ નીરવ શાંતિ સ્થપાઈ તથા રૂપ હવે ઊંડી નીંદરમાં ઊંઘી શકવા માંડ્યો. પોતાની ગાઢ ઊંઘમાં રૂપે નિર્ણય લીધો કે હું સાજો થઈ રહ્યો છું, મારે ઊઠવાનું છે અને મારા ભાગ્યને મળવાનું છે.
એ સ્થિતિ તો એવી થઈ કે જાણે રૂપ પૃથ્વી પર કોઈ અજાણ્યા બ્રહ્માંડમાં થઈને પાછો ફર્યો છે. ટૂંકમાં તેનો જાણે પુનઃજન્મ થયો. જોકે હવે તેની જિંદગીમાં પહેલાં જેવી નિયમિતતા અને સામાન્યતા આવતાં સમય લાગ્યો. તેનું મૂળ કારણ હતું કે બીમારીને કારણે રૂપની યાદશક્તિ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. તેને જાણે સમયનો ખ્યાલ નહોતો રહ્યો. જીવન માટેનો આ સંઘર્ષ, તેમાંથી જાણે રૂપ અચાનક છૂટી ગયો અને એ બધું માંડ પંદર દિવસમાં જ બન્યું હતું. આ અનુભવ રૂપ માટે ખૂબ ઉત્કટ
હતો.
તેના આત્માનાં દૈવી આભાસ અને જાગૃતિને ગ્રહણ કરવા માટે જાણે તેના મન અને શરીર પાસે પૂરતો સમય પણ ન હતો. તેને યાદ નહોતું કે પોતે કેટલા દિવસથી પથારીવશ હતો. તે પોતાની કાળજી લેનારાં કુટુંબીજનોને પણ ન ઓળખી શક્યો. ઉષા, બસ એક જ હતી જેને રૂપ ઓળખી શક્યો. ઉષા, એક નમણી નાજુક છોકરી હતી જે તેની સાથે બેંગલોરમાં કૉલેજમાં ભણતી હતી. રૂપની માંદગી દરમિયાન ઉષા તેની પથારી પાસે સતત સ્મિત વેરતી બેસી રહી. ઉષાએ નક્કી કર્યું હતું કે તે રૂપનું જીવન વ્યવસ્થિત કરવામાં પોતે બનતી બધી જ મદદ કરશે.
તેની અચાનક આવેલી આ માંદગી દરમિયાન ઉષા તેની સાથે કંઈ ને કંઈ વાત કર્યા કરતી. કેટલાય દિવસો સુધી રૂપ માંડ કંઈ અસ્પષ્ટ શબ્દો બોલતો અને ફરી વિચિત્ર મૌનમાં સરી જતો. ખરેખર તો રૂપ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.
- ૩૫ -
ચિત્રભાનુજી