________________
રૂપે પોતાની સજાગતાના એકેએક કણમાં આ સવાલોને ઊતરવા દીધા. બધું ત્યજી દેવાની પ્રબળ ઇચ્છાને જાણે તેણે રોકી. પિતા પ્રત્યેનાં માનને કારણે તેણે પોતાનો દીક્ષા લેવાનો આ નિર્ણય એક વર્ષ સુધી ટાળવાનું નક્કી કર્યું. આ દરમિયાન રૂપ પિતાના વેપારમાં જોડાયો. તેને એમાં બહુ રસ નહોતો પડતો. તેનાં મનમાં સ્થગિતતા અને કંટાળાના ભાવ વારંવાર ઊભરી આવતા હતા. વિરોધાભાસની વાત તો એ છે કે દુન્યવી જીવનની એકધારી ઘટમાળમાં જીવતાં જીવતાં જાણે રૂપને વધારે સ્પષ્ટતા મળી કે તેને જીવનમાં શું જોઈતું હતું અને શું ત્યજી દેવું હતું. તેની આધ્યાત્મિક પ્રોજને અનુસરવા માટે તેને જે મુક્તિ, જે સ્વતંત્રતા જોઈતાં હતાં તે માટેની ઇચ્છા તો વધારે પ્રબળ બનતી ગઈ. તે રવીન્દ્રનાથ ટાગોર, કાલિદાસ અને જયદેવ જેવા કવિઓ અને લેખકોનાં સર્જન વાંચતો. તેને જ્યોર્જ બર્નાર્ડ શૉનાં નાટકો, આઈન્સ્ટાઈનનાં પેપર્સ અને ટૉલ્સ્ટૉયનાં તત્ત્વચિંતન આધારિત લખાણો વાંચવાનું ગમતું. ધૂમકેતુ, મુનશી અને રમણલાલ દેસાઈનાં ગુજરાતી સર્જનો પણ રૂપને ખૂબ ગમતાં. એક દિવસ રૂપે તેના પિતા સાથે ખુલ્લા હૃદયે વાત કરી.
પિતાજી મહેરબાની કરીને મને આ વાત કહેવા દો. હું તમને પ્રેમ કરું છું, મને તમારી ફિકર પણ છે અને એ તમે જાણો છો. હું કલ્પી પણ નથી શકતો કે તમારાથી વધારે પ્રેમાળ પિતા આ દુનિયામાં કોઈ હોઈ શકે. મને ખબર છે કે તમે જ મારી લાગણીને સારી પેઠે સમજી શકશો. સંન્યાસ જ એક માત્ર રસ્તો છે જેનાથી હું મારી જાતને એકઠી કરી શકીશ અને હકારાત્મક દિશામાં આગળ વધી શકીશ. હું તમને આજીજી કરું છું મહેરબાની કરીને મને રોકશો નહિ. મને તમારા આશીર્વાદ આપો.' રૂપે પોતાના પિતાને આમ ભારપૂર્વક કહ્યું.
રૂપના પિતાએ એક શબ્દ ન કહ્યો અને આંખો મીંચી લીધી. પિતાના ચહેરા પર આંતરિક પીડાના ભાવ ઊપસી આવ્યા પણ થોડા સમય પછી એ ભાવ બદલાયો. તેમના ચહેરા પર દયા અને શાંતિ દેખાયાં. તેમણે આંખ ખોલી કંઈ પણ બોલતાં પહેલાં અઢળક કરુણા અને પ્રેમથી રૂપનો હાથ હાથમાં લીધો.
| ‘તારે ખરેખર દીક્ષા લેવી છે? એમ જ હોય તો પ્રિય દીકરા મારા આશીર્વાદ તારી સાથે છે. મારે તારા પથમાં અવરોધ નથી બનવું. હું સમજું છું કે તારી આ એષણા સાચી છે. પણ સંન્યાસજીવન ખૂબ કઠિન છે. તું કંઈ પણ આગળ કરે તે પહેલાં તું થોડો સમય લે. તું પાવાપુરી જા, જયાં મહાવીર સ્વામીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. એ જગ્યા તને નવી જિંદગી માટે તૈયાર કરશે.” છોગાલાલજીએ દીકરાને કહ્યું.
યુગપુરુષ
- ૪૪ -