________________
આંખોથી વાત કરતા. ક્યારેક રૂપ તેમને સવાલ કરતો ત્યારે ગુરુ ક્યારેક સ્મિતથી તો ક્યારેક સંકેતથી તેને જવાબ આપતા. ગુરુ આકાશ તરફ ઈશારો કરતા અને જાણે કહેતા, ‘ઉપર જાવ, હજી ઉચ્ચ', ઘણી વાર તે હૃદય તરફ ઈશારો કરતા અને કહેતા, ‘અંદર જાવ’. શ્રી રમણ મહર્ષિ દિવસનો મોટો ભાગ મૌન રહેવાનું પસંદ કરતા. પોતાના મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓના સવાલોનો જવાબ આપવા માટે તે દિવસમાં માંડ પંદર મિનિટનો સમય ફાળવતા. છતાં પણ રૂપને તેમના સાંનિધ્યમાં શાતા અને શાંતિનો અનુભવ થતો. રૂપે તેમની સાથે થોડા વધારે દિવસો ગાળ્યા.
પિતા પાસે ઘરે પાછા ફર્યા પછી રૂપને સતત એકાંતની અનિવાર્યતા લાગતી. તેણે બનારસની મુલાકાત લેવાનું નક્કી કર્યું પણ પિતાએ તેને પાલીતાણા જવાનું સૂચન કર્યું. થોડાં વર્ષો પહેલાં તેઓ ત્યાં જાત્રાએ ગયા હતા. રૂપના મનમાં આધ્યાત્મિક શાંતિ શોધવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે તે તરત પાલીતાણા જવા તૈયાર થઈ ગયો. હજારો વર્ષોથી પાલીતાણામાં આવેલા શત્રુંજયના પવિત્ર પર્વતે અનેક વાંચ્છુકો અને સંતોને આકર્ષ્યા હતા. સંસ્કૃતમાં શત્રુ શબ્દનો અર્થ છે દુશ્મન અને જય શબ્દનો અર્થ છે જીતવું, આ બેને ભેગા કરતાં શત્રુંજય શબ્દ બને જેનો અર્થ છે લાલચ અને ગુસ્સાના આંતરિક શત્રુઓ પર જીત મેળવવી. બધી જ વયના, જ્ઞાતિના, ધર્મના યાત્રાળુઓ ૨૦૦૦ ફૂટ ઊંચા શત્રુંજય પર પોતાની ગતિએ ચઢતા. જે નબળા હોય તે ટેકાની લાકડી રાખતા. રૂપે ખુલ્લા પગ, ખુલ્લાં સફેદ વસ્ત્રોમાં શત્રુંજય પર્વત ચઢવાની શરૂઆત કરી. જેમ જેમ તે ઉપર ચઢતો ગયો તેમ તેમ તેણે પિતાએ શિખવાડેલા મંત્રનો જાપ પણ ચાલુ રાખ્યો.
ઓમ શ્રી શત્રુંજય આદિનાથાય નમઃ
પ્રભુ આદિનાથ અને શત્રુંજયને હું નમન કરું છું.
જ્યાં સુધીમાં રૂપ શત્રુંજય પહાડની ટોચે પહોંચ્યો ત્યાં સુધી તેના આત્મા પરનો બોજ જાણે ખસી ગયો હતો. લાંબા સમયથી ઊંચકી રાખેલો ભાર તેણે હળવો કરી દીધો હતો. તેણે પાલીતાણામાં પાંચ દિવસ પસાર કર્યા અને તે રોજ પહાડના શિખરે પહોંચતો. પાંચમા દિવસે તેણે ગુરુ આચાર્ય ભક્તિસુરીજીને જોયા. રૂપે તેમનું અભિવાદન કર્યું અને ગુરુએ વળતું સ્મિત આપ્યું. રૂપ તેમના સ્મિતને જોઈને અભિભૂત થઈ ગયો. તેને ખૂબ શાંતિ લાગી અને ઉષ્માભર્યા તરંગોનો તેને અનુભવ થયો. આ નાનકડી મુલાકાતને પગલે રૂપે એ ધર્મશાળામાં દોઢ મહિનો પસાર કર્યો. તે પાલીતાણામાં હતો તે દરમિયાન આચાર્ય ભક્તિસુરીજી રોજ ઉપદેશ આપતા. રૂપે ગુરુ સાથે વાત કરી, તેમની સાથે ધ્યાન ધર્યું અને માર્ગદર્શન મેળવ્યું. આચાર્યએ તેની વાત
યુગપુરુષ
- ૪૨ -