________________
ખૂબ કરુણાપૂર્વક સાંભળી. આચાર્યને રૂપના મનની અરાજકતાભરી સ્થિતિ સમજાઈ અને ઊંડા સ્તરે આધ્યાત્મની ખોજ કરવાની આવશ્યકતા પણ સમજાઈ. આચાર્યએ તેને કહ્યું.
બેટા, દૈવી પરમાનંદમાં તને દોરી શકવાનો એક જ રસ્તો છે. વિશ્વના બધાં શોક, પીડા અને ભ્રમણાઓને પાછળ છોડી દેવાં. તારે હવે દીક્ષા લેવાનો સમય થયો છે તું હવે સાધુ બની જા. આંતરિક અને બાહ્ય તમામ દખલગીરીને હવે તારે ત્યજી દેવી પડશે જેથી તું તારી ઊર્જા પર વધુ ધ્યાન આપી શકે.”
'રૂપ ચૂપ થઈ ગયો. તેને આટલું ભવ્ય સૂચન અન્ય કોઈએ નહિ પણ આચાર્યએ પોતે આપ્યું હતું. રૂપે સવાલ કર્યો, “હું તમારી માફક સાધુ કેવી રીતે બની શકું આચાર્ય? હું દીક્ષા કેવી રીતે લઈ શકું?
આચાર્ય હસ્યા અને રૂપને કહ્યું કે “ઘરે જા અને દીક્ષા લેવા માટે પરિવારજનોની પરવાનગી મેળવીને પાછો આવ.”
રૂપ એક નવા જ હેતુની સમજ લઈને ઘરે પાછો ફર્યો. દુનિયાનાં બધાં જ આકર્ષણોને ત્યજી દેવાની ઊંડી લાગણી તેનાં મનમાં આકાર લેવા માંડી હતી. પરંતુ તેણે જ્યારે પોતાનો વિચાર કુટુંબીજનો તરફ રજૂ કર્યો ત્યારે તમામે તેનો વિરોધ કર્યો. તેની ફઈ ખાસ કરીને હેબતાઈ ગઈ હતી. રૂપના ઈરાદા સાંભળીને તે તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ ઇચ્છતા હતા કે રૂપ લગ્ન કરે. જો રૂપ દીક્ષા લેશે તો પેઢી દર પેઢીથી ચાલતો આવતો તેના પિતાનો આ ધમધમતો વેપાર તો અટકી જ જશે પણ વંશવેલો પણ અટકી જશે. ગજરાફઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું, “રૂપ તું આટલો બધો સ્વાર્થી કઈ રીતે થઈ શકે ? તું તારી જવાબદારીઓથી માં કેવી રીતે ફેરવી શકે ? આમ સામાજિક જવાબદારીઓમાંથી કેવી રીતે છટકી શકાય? જેમણે તારી આટલાં બધાં વર્ષો દરકાર રાખી છે તેમની તું અવગણના કેવી રીતે કરી શકે ?” ગજરાફઈનાં આંસુ અટકતાં નહોતાં. તેમણે કહ્યું કે, “તું કુટુંબનો સૌથી છેલ્લો દીકરો છે અને તું દિક્ષા લઈને સાધુ બની જઈશ તો આપણા વંશનું શું થશે, આપણાં કુટુંબનું નામ કોણ આગળ વધારશે.'
ગજરાફઈની વાત સાંભળીને રૂપને કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓનો વિચાર આવ્યો.
હું ખરેખર ભાગેડુ કે સ્વાર્થી છું? હું મારા સ્વજનો પ્રત્યે અસંવેદનશીલ થઈ ચૂક્યો છું?
- ૪૩ -
ચિત્રભાનુજી