________________
સુધારક
બીજાને બચાવવા માટે ત્યારે જ ઝંપલાવો જ્યારે તમે પોતે તરવામાં કૌશલ્ય મેળવ્યું હોય. એમ નહીં હોય તો તમે તો ડૂબશો જ પણ ડૂબી રહેલા
કમનસીબને પણ ડૂબાડશો.
એ જ રીતે તમે બીજાને સુધારવા માટે તમારી જાતને આગળ કરો તે પહેલાં તમારી જાતને સુધારો નહિતર તમે તમારી જાતને તો નુકસાન કરશો જ પણ
બીજાને પણ નુકસાન પહોંચાડશો.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૫ઃ
કરી એક આફત
૯૩૦ના દાયકામાં ભારતીય સ્વતંત્ર સંગ્રામ તેની ટોચે પહોંચ્યો હતો.
સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. સુભાષચંદ્ર બોઝ, છે ભારતીય સ્વતંત્ર સંગ્રામના ખૂબ અગ્રણી, પરિવર્તનશીલ નેતા હતા જેમણે રાજીનામાના એક જ મહિનામાં “ફોરવર્ડ બ્લૉક” નામની અંતિમવાદી પાંખ રચી હતી. જોશીલા યુવકો જેમને ઝડપી પરિણામોમાં રસ હતો તે તમામને સુભાષચંદ્ર બોઝનાં સીધાં રાજકીય પગલાં લેવાની પદ્ધતિ આકર્ષી ગઈ. રૂપ ૧૯ વર્ષનો હતો. તેનામાં યૌવનનો તરવરાટ હતો તથા કંઈક અર્થસભર કરી છૂટવાની ભાવના પણ તેનામાં છલકાતી હતી. તેણે સુભાષચંદ્ર બોઝની સાથે જોડાવાનું નક્કી કર્યું અને તે કલકત્તા પહોંચ્યો.
કલકત્તા પહોંચ્યા પછી રૂ૫ ફોરવર્ડ બ્લોકનો એક અત્યંત મહત્ત્વનો અને બાહોશ યુવા સભ્ય બની ચૂક્યો હતો. રૂપને સુભાષચંદ્ર બોઝને મળવાનો મોકો મળ્યો અને સુભાષબાબુ પણ આ ઊર્જામય યુવાનથી ખૂબ પ્રેરિત થયા. કન્નડ ભાષા આવડતી હોવાને કારણે રૂપને સુભાષબાબુનાં લખાણોનો કન્નડમાં અનુવાદ કરવાની તક મળી. તે બોઝની સાથે ૨૧ દિવસ રહ્યો. પણ જલદી જ અંગ્રેજ સૈનિકોની આકરી શોધખોળને પગલે બોઝને ભૂગર્ભમાં ચાલ્યા જવું પડ્યું. એક પ્રસંગે જુવાન રૂપને એક જોખમી
- ૩૭ -
ચિત્રભાનુજી