________________
મૂલ્યોની સુવાસ
જો તમારી હયાતીમાં સગુણનું અત્તર હોય તો એની સુવાસની મીઠાશ અંગે તમને બીજાના અભિપ્રાયોની જરૂર નથી પડતી. તમારી હયાતીની સુવાસ થકી જ તેઓ તમારું મૂલ્ય સમજીને તેની પ્રશંસા કરશે. ફૂલોએ ક્યારેય મધમાખીઓને
કહેવું પડ્યું છે કે તેની ફોરમનાં વખાણ કરે ?
– ચિત્રભાનુજી
પ્રકરણ ૪: કોલેજનાં વર્ષો
, , ખરે નિશાળનાં વર્ષો પૂરાં થયાં. હવે રૂપે આગળ ઉચ્ચ અભ્યાસ
કરવાનો હતો. તેના પિતા તેને બેંગલોરની કૉલેજમાં મોકલવા માંગતા
હતા પણ રૂપને એમ કરવાની ઇચ્છા નહોતી. બેંગલૉર તુમકુરથી માંડ ૪૦ માઈલ દૂર હોવા છતાંય રૂપ તુમકુર છોડીને જવા નહોતો માગતો. જે ગામમાં તે મોટો થયો હતો એ ગામ તેને નહોતું છોડવું. તેને લાગતું કે તુમકુરમાં એ બધું જ હતું જેની કોઈને પણ જરૂર હોય. માતા અને બહેન ગુમાવ્યા પછી રૂપને પોતાના પિતા સાથે બહુ લગાવ થઈ ગયો હતો. તેને પિતા સાથે ઘરે જ રહેવું હતું. પણ છોગાલાલજીએ પણ નક્કી કરી લીધું હતું-કૉલેજનું શિક્ષણ જરૂરી હતું અને ઘરથી દૂર રહેશે તો રૂપનું વ્યક્તિત્વ ઘડાશે. રૂપે તેમની સલાહ માન્ય રાખી અને બેંગલોરમાં કૉલેજ જવાનું નક્કી
છોગાલાલજીના ભાઈ બેંગલૉરમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયા હતા. તેમનું ઘર રૂપનું નવું સરનામું બની ગયું હતું. રૂપે નવી ઘટમાળ ધાર્યા કરતાં વહેલા સ્વીકારી લીધી હતી. રૂપને પણ સમજાયું હતું કે પિતાનો તેને બેંગલોર મોકલવાનો નિર્ણય બિલકુલ યોગ્ય હતો. બેંગલોર શહેરમાં ખૂબ હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય હતાં. ફૂલોથી છવાયેલા બગીચા, સરોવરો, જંગલ, પહાડો અને શાંતિવાળું આ શહેર રૂપને બહુ ગમી ગયું હતું અને તેના સંવેદનશીલ આત્માને જાણે નવી લાગણીઓનો અહેસાસ થતો હતો. તે પ્રકૃતિના ખોળે કલાકો પસાર કરતો. એમ કહી શકાય કે પ્રકૃતિની સુંદરતાને બાહ્ય રીતે ઊંડાણથી અનુભવતો રૂપ જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં
- ૨૯ -
ચિત્રભાનુજી