________________
છોગાલાલજી બહુ દુઃખી હતા. જે થયું એ માટે તેમણે જાતનો જ વાંક કાઢ્યો. તેમણે રૂપને એક અક્ષર પણ ન કહ્યો. પિતાની ચુપકીદીએ રૂપનું હૈયું ભાંગી નાખ્યું. તે પિતાના ચહેરા પરનો સંતાપ સાંખી ન શક્યો.
ઘરે પાછા ફરતાં એ લોકો વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થઈ. છોગાલાલજીની પ્રાથમિકતા હતી કે કોઈ ને કોઈ રીતે ખોવાયેલા ઝવેરાતનું સાટુ વાળવું કારણ કે તેમના દીકરાના આવાં પગલાંને કારણે પોતાની વિશ્વસનીયતા પર મોટું પ્રશ્નાર્થચિહ્ન ખડું થઈ ગયું હતું. તેમણે ખોવાયેલા ઝવેરાત જેવા જ બીજા ઝવેરાત બનાવીને તેના મૂળ માલિકોને એ પાછા આપવાનો નિર્ણય કર્યો. સ્વાભાવિક છે કે ઝવેરાત તૈયાર કરવાનો ખર્ચ ઘણો મોટો થવાનો હતો. છોગાલાલજી માટે આ આર્થિક ફટકો બહુ મોટો હતો જેમાંથી બેઠા થવામાં તેમને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાનો અર્થ એમ પણ હતો કે તેમને હવે વધારે મહેનત કરવી પડશે અને કામને પણ વધારે સમય આપવો પડશે. પણ કુટુંબના સદનસીબે ઉઘરાણી કરનારા ઝવેરાત લેવા ક્યારેય આવ્યા જ નહીં.
છોગાલાલે રૂપને ક્યારેય ઠપકો ન આપ્યો. તેમણે પ્રેમાળ શબ્દોમાં દીકરામાં સારી વર્તણૂકનાં બીજ રોપવાનું નક્કી કર્યું. તેમણે રૂપને શીખવ્યું કે પૈસા કમાવાનો એક માત્ર રસ્તો સખત મહેનત જ છે અને સમસ્યાથી દૂર ભાગવાથી કોઈ ઉકેલ ક્યારેય નથી મળતો. રૂપને બહુ જ તાણ અનુભવાતી હતી, હૈયે ભાર લાગતો હતો. તેણે પિતા સમક્ષ પોતાનો અપરાધભાવ પણ વ્યક્ત કર્યો. પોતે લીધેલાં પગલાંને કારણે જે સ્થિતિ થઈ હતી તેનો પણ રૂપે ભારે પસ્તાવો વ્યક્ત કર્યો. પોતાની લાલચ અને મૂર્ખતાને કારણે જે થયું હતું તેની લાંબા ગાળાની અસરો સમજવા માટે રૂપની ઉંમર યોગ્ય હતી.
છોગાલાલજીએ તેને પૂરા હૃદયથી માફ કરી દીધો હતો.
રૂપ માટે આ બહુ મહાન અને અગત્યનો જીવનબોધ હતો. તેના પિતાએ આ આખો મુદ્દો બહુ ધીરજ, ભલાઈ, પ્રામાણિકતા, ન્યાય-નિષ્ઠા અને જવાબદારીપૂર્વક સંભાળ્યો હતો. પિતાએ આટલી કપરી પરિસ્થિતિમાં જે રીતે સંયમ જાળવ્યો હતો તે રૂપે બરાબર જોયું હતું. રૂપને ખ્યાલ આવ્યો કે પિતાના આવા જ સગુણોને તેણે પણ જીવનમાં ઉતારવાના હતા.
ઠાલી સલાહ કે ઉપદેશો આપવાને બદલે રૂપના પિતાએ દષ્ટાંતરૂપી વહેવારથી સિદ્ધ કર્યું હતું કે સારા ઉછેર માટે એ જ જરૂરી હતું.
- ૨૭ -
ચિત્રભાનુજી