________________
સજા આપવાનું વિચારે એવું કંઈ જ રૂપ વિશે ન વિચાર્યું. એ જલદી જ જૂના મંદિરે પહોંચ્યા અને ત્યાં જેવો રૂપ મળ્યો તેને ભેટી પડ્યા.
પિતાનું વર્તન ધારણાથી સાવ જ જુદું જોઈને રૂપને તરત શાંતિ થઈ ગઈ. તેને ઘરે લાવતી વખતે છોગાલાલજીએ રૂપને એક અક્ષર પણ ન કહ્યો અને રૂપે નોંધ્યું કે પિતાના વહેવા૨માં ગુસ્સાની જરાય છાંટ નહોતી.
વાળુ પછી છોગાલાલજી રૂપની બાજુમાં બેઠા. હેતથી તેની સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘જો બેટા તું હજી નાનો છે. આ ઉંમરે બધા જ ભૂલ કરે. જોકે આજની ઘટનામાંથી તો એ જ શીખવાનું છે કે દરેકે પોતાની ભૂલ સ્વીકારી લેવી. પોતે ભૂલ કરીએ ત્યારે ભૂલ સ્વીકારીએ એ હિંમતનું કામ છે. હિંમત રાખ બેટા. તું કોઈ પણ પરિસ્થિતિઓથી ભાગીશ તો એ હંમેશાં તારો પીછો કરશે. પહેલાં તારી જાત સાથે ખૂલીને અને પ્રામાણિકતાથી વાત કર અને પછી મારી સાથે...'
છોગાલાલજીના શબ્દો એ સમયે રૂપના વિચલિત મન અને અંતરમાં ઉતર્યા તો ખરા પણ તેની અસર બહુ લાંબો સમય ન ટકી. થોડાં અઠવાડિયાંમાં રૂપે ફરી ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધું. ધૂમ્રપાન કરવાની ઇચ્છા જાણે કાબૂમાં કરી શકાય તેમ નહોતી. જ્યાં સુધીમાં રૂપ ફૂટડો કિશોર બન્યો ત્યાં સુધીમાં તો તેને સતત ધૂમ્રપાનની લત લાગી ચૂકી હતી. ઘણી વાર તો તે ધૂમ્રપાન કરતો નજરે પણ ચઢી જતો અને આમ એણે ધૂમ્રપાનની પોતાની બૂરી આદત છુપાવવાનીય પરવા નહોતી કરી અને આ કારણે તેના ભલા પિતાને ઘણી વાર નીચાજોણું થતું.
સદનસીબે, સારા વિચારોની અસર થઈ અને એક દિવસ એની આંતરિક સૂઝ જાણે તેની ૫૨ વીજળીની માફક ત્રાટકી.
મારામાં ખામી હશે? હું આટલું બધું ધૂમ્રપાન શા માટે કરું છું? આવી હાનિકારક આદતનો હું શા માટે ગુલામ છું? શું ધૂમ્રપાનથી મને શાંતિ અને સ્થિરતા મળે છે? જરાય નહીં. બલકે એનાથી તો હું વધારે વ્યાકુળ થઈ જાઉં છું. મારે એ લત છોડવી જ પડશે. અહીં કોણ નિયંત્રણ કરે છે? હું કે મારી આ લત ? મારી લત મારું સુકાન હાથમાં લે તેના કરતાં હું જ તેને મારા હાથમાં લઈને તેને કાબૂમાં ન લઈ શકું ?
જાણે આની જ જરૂર હતી. નિર્ણય લેવાઈ ગયો હતો અને હવે તેને અમલ ક૨વાનો સમય પણ પાક્યો હતો. એક દિવસ રૂપ પચાસ સિગારેટ લઈને એકલો બેઠો. એણે જાણી જોઈને એક પછી એક બધી સિગારેટ પીવાની શરૂઆત કરી. તેણે ત્યાં
ચિત્રભાનુજી
- ૧૭ -