________________
આત્મસુધારણા
જ્યાં સુધી તમારી જાતમાં સુધારણાની એક નોંધપાત્ર સુઝ નથી કેળવાતી ત્યાં સુધી
તમારું આચરણ તમારાં સંતાનોનાં અંતર સુધી નથી પહોંચી શકતું.
જેઓ પોતાનાં સંતાનોને સુધારવા માંગે છે તેમણે પહેલાં જાતને બદલવી જોઈએ.
મોટે ભાગે બાળકો આપણું જ પ્રતિબિંબ હોય છે.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૩:
બળવો
શ્વના ઘણાખરા મહાનુભાવોનાં જીવનચરિત્ર વાંચીએ ત્યારે એક રસપ્રદ બાબત ચોક્કસ નજરે ચઢે છે. એ તમામ મહાનુભાવો પોતાનાં ઘડતરનાં
શરૂઆતનાં વર્ષોમાં, રોજિંદા જીવનમાં સમાજના નિયમાનુસાર હંમેશાંથી સદાચારી કે સુયોગ્ય વર્તણૂક નહોતા ધરાવતા. તેમણે ઘણી વાર નિયમો તોડ્યા હતા, ભૂલો કરી હતી, નિષ્ફળતા જોઈ હતી, પોતાના અનુભવો પરથી શીખ્યા હતા અને પોતે જે પરિસ્થિતિમાં હોય એમાંથી રસ્તો શોધી તેની પર કાબૂ મેળવ્યો હતો અને તેમાંથી જાતે જ બહાર આવી ઉન્નત મસ્તકે આગળ વધ્યા હતા.
આ તમામનાં જીવનની ક્યાંક ને ક્યાંક એક સરખી જ ભાત છે, જાણે કે આખી પ્રક્રિયા અને વિવિધ અનુભવોના અનેક આયામો પછીનો એક ઘટનાપ્રચુર પંથ ! જે આખરે તેમની પ્રતિભા ઘડનારો સાબિત થાય.
ચિત્રભાનુજીનું જીવન પણ આનાથી અપવાદજનક નહોતું.
જ્યારે હજી તેમની ઉંમર કાચી હતી ત્યારે અચાનક જ વહાલી બહેનનાં મૃત્યુના પગલે કોઈ વ્યાકુળતામાં તેમણે સિગારેટ પીવાની શરૂઆત કરી દીધી હતી. તેમના ખેપાની મિત્રોને કારણે તેમને આ લત લાગી હતી. કદાચ એકલતા વેઠવામાં તેમને આ લત મદદરૂપ બની હશે. એક વાર તેમના મિત્રો તેમને એક એકાંત સ્થળે ધૂમ્રપાન કરવા લઈ ગયા. ત્યાં ઘઉં સાફ કર્યા પછીની બચેલી કુશકીનો ઢગલો પડ્યો હતો.
- ૧૫ -
ચિત્રભાનુજી