________________
મૃત્યુ પાછળનો તર્ક શું છે? એનું કોઈ ચોક્કસ સમીકરણ છે?
એવું તે શું છે જેને કારણે એક માણસ ચાલ્યો જાય છે અને બીજો સ્વસ્થ થઈને જિંદગી આગળ વધારી શકે છે?
ચાલ્યા જવા માટે ભગીની જ પસંદગી કેમ થઈ, મારી કેમ ન થઈ ?
જો મૃત્યુ જ પામવાનું હોય તો આપણે બધા કેમ જીવીએ છીએ?
આ બધા અઘરા અને સતત ખૂંચતા સવાલો હતા જેને કારણે રૂપે મૃત્યુનું સંશોધન કરવાનો બીજો પ્રયાસ કર્યો. આ આત્મ-પરિક્ષણને પગલે જ સંપૂર્ણપણે ફિલસૂફીયુક્ત અને આધ્યાત્મિક ખોજનું વિસ્તરણ થયું હતું. આ આખી પ્રક્રિયા રૂપ માટે બહુ અગત્યનો પાયો બની રહેશે જે સમયાંતરે ગુરુદેવ ચિત્રભાનુજીમાં રૂપાંતર પામે છે.
યુગપુરુષ
- ૧૪ -