________________
રૂપને બરાબર ખબર હતી કે પિતા આ ઝવેરાત ઘરમાં ક્યાં મૂકતા હતા. તેણે ગભરાતાં કબાટ ખોલ્યો અને ઝવેરાત કાઢીને એક પોટલી વાળી સાચવીને પોતાના ઓરડામાં સંતાડી દીધી. તેણે ફુટપ્પાને જાણ કરી કે પોતે ચમત્કારના બીજા તબક્કા માટે હવે તૈયાર છે. ફુટપ્પાએ તેને શહેરની બહાર આવેલા સ્મશાને આવી જવા કહ્યું. તેની સૂચના મુજબ રૂપ ઝવેરાત લઈને નિયત સ્થળે પહોંચી ગયો.
ફુટપ્પાએ કહ્યું, ‘તેને હમણાં ખોલીશ નહીં. તારે મને ઘરેણાં દેખાડવાની જરૂર નથી. પેલા વડના ઝાડ નીચે નાનો ખાડો ખોદીને ત્યાં ઘરેણાં દાટી દે. હું આખો દિવસ અને રાત સાધના કરીશ અને તું કાલે સવારે અહીં આવીને ત્યાંથી ઝવેરાત ખોદી કાઢજે. તને તારું ઝવેરાત બમણું થઈને મળી જશે.” આમ કહી ફુટપ્પા ખંધુ હસ્યો.
રૂપે ભોળા ભાવે એ સૂચનાનો અમલ કર્યો. તેણે ઝવેરાત દાટી દીધાં. તેને એક વાર પણ વિચાર ન આવ્યો કે આ ઝવેરાત તેને ફરી ક્યારેય જોવા નથી મળવાનું.
રૂપે તો ઘરે જઈને જાણે કંઈ થયું જ નથી, એમ દિવસ પસાર કર્યો. બીજે દિવસે રૂ૫ ત્યાં પહોંચ્યો. એણે ઉત્સાહથી વડ નીચેની જમીન ખોદી કાઢી. કંઈ ન દેખાતાં તેણે થોડું ઊંડું ખોલ્યું, પણ કંઈ હાથમાં ન આવ્યું.
રૂપ ચોંક્યો, “મારું ઝવેરાત ક્યાં ગયું?'
ફુટપ્પા સાથે વાત કરવા રૂપ દોડતો શહેરમાં ગયો. જ્યાં જ્યાં ફુટપ્પાના હોવાની શક્યતા હતી ત્યાં બધે જ રૂપ ફરી વળ્યો પણ ફુટપ્પાની કોઈ ભાળ ન મળી.
રૂપ હબકી ગયો અને હવે એને સમજ પડવા માંડી કે ધુતારા ફુટપ્પાએ તેની સાથે છેતરપિંડી કરી હતી. તે સોના અને હીરાના કીમતી ઝવેરાત લઈને રાતોરાત શહેર છોડીને નાસી ગયો હતો.
રૂપ તો જાણે કાંપવા માંડ્યો. હવે શું કરવું? પિતાને આ ગોટાળા વિશે વાત કેવી રીતે કરવી?
મામલો ખરેખર ગંભીર હતો. આ વખતે તો પિતાનો સામનો કરવો રૂપ માટે અશક્ય હતું. બીજો કોઈ પણ વિચાર કર્યા વિના તેણે પિતાને ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. તેણે બેંગલૉરની ટ્રેન પકડીને પોતાના પિતરાઈને ત્યાં જવાનું નક્કી કર્યું.
યુગપુરુષ
- ૨૪ -