________________
સુધી સિગારેટ પીધી જ્યાં સુધી તેને ધૃણા ન થવા માંડી અને તે એક તબક્કે બેહોશ ન થયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે સિગારેટ જાણે તેના તંત્રમાંથી કાયમ માટે બહાર નીકળી ચૂકી હતી. તેણે બાકીની સિગારેટ ફેંકી દીધી કારણ કે તેને ખબર હતી કે હવે તે ફરી ક્યારેય સિગારેટને હાથ નહિ લગાડે. તેણે સાવચેતીપૂર્વક એ બધા મિત્રોથી અંતર કરી લીધું જેણે ભૂતકાળમાં તેની પર નકારાત્મક પ્રભાવ પાડ્યો હતો.
રૂપ હવે કોઈ પણ અવગુણનો ગુલામ ન હતો. હવે તેને સ્વતંત્રતાના સુખ અને જાતનાં મૂલ્યનો અનુભવ થયો.
હા,
મારી જાતને હું ધારું તે બિબામાં ઢાળી શકું છું.
હો,
હું મારી જાતને સંભાળી શકું છું, બીજે દોરી શકું છું અને સાચી દિશામાં આગળ વધી શકું છું.
આ ખરેખર બહુ વિશેષ લાગણી હતી. તેનો આત્મવિશ્વાસ નવા શિખરે પહોંચ્યો હતો. તેને પોતાની તકલીફો અને તમામ તાણમાંથી મુક્તિ મળી હોય એવો અહેસાસ થયો.
મુક્તિ...સ્વતંત્રતા ! આ તો હજી શરૂઆત હતી. એ નિયત હતું કે રૂપ આવનારા વર્ષોમાં હજી ઉચ્ચસ્તરીય અને ગુણવત્તાસભર સ્વતંત્રતા મેળવશે.
રૂપે પોતાની જાતને ભૂતના ડરમાંથી પણ મુક્ત કરી દીધી. એક વાર એમ થયું કે છોગાલાલજી વેપારના કામે બેંગલોર ગયા હતા. સાંજે રૂપ પાડોશી સાથે અમસ્તા જ વાત કરી રહ્યો હતો.
તને આત્માઓ વિશે તો ખબર હશે ને?' વાતચીતમાં અચાનક જ પાડોશીએ સવાલ કર્યો. આ સવાલને તેમની વાતો સાથે કોઈ સંબંધ ન હતો.
આત્મા? કેવા આત્મા?, રૂપે પૂછ્યું.
યુગપુરુષ
– ૧૮ –