________________
આત્માઓ એટલે ભૂત! તને જરાય ખબર નથી કે આત્મા તમારા ઘરમાં પણ ફરતી હોય છે?'
રૂપ હતપ્રભ થઈ ગયો. એ વિષય પર વધારે વાત કરવાને બદલે કે કિશોર રૂપની પ્રતિક્રિયા જોયા વગર પાડોશીએ તો બીજા વિષયે વાત શરૂ કરી દીધી. પરંતુ તેણે એ યુવાનના કોમળ મનમાં એ વિચાર તો રોપી જ દીધો. પછી, જ્યારે રૂપ પોતાના ઘરમાં રાતે એકલો હતો ત્યારે તેણે પથારીમાં પડ્યા પડ્યા મગીની ગેરહાજરીનો વિચાર કરતો. મગીના વિચારો સાથે ભારે હૈયે અને વ્યાકુળ મને પથારીમાં પડ્યો રહ્યો. તેને બેચેની અને ગભરાટ થવા માંડ્યા.
મારા ઘરમાં આત્માઓ હશે?
ઊભા થઈને મોટી લાઠી પોતાના પલંગ પાસે મૂકી દેવા માટે આ વિચારો પૂરતા
હતા.
રાતે બે વાગ્યે, મધરાતે રૂપ અચાનક જ ઊંઘમાંથી સફાળો બેઠો થઈ ગયો. તેણે જોયું કે બે સફેદ ઓળાઓ તેના પલંગથી વીસ ફૂટના અંતરે હલી રહ્યા હતા. તેને લાગ્યું કે એ બન્ને હવામાં તરીને પોતાની તરફ જ આવી રહ્યા હતા. રૂપ ડરને કારણે જાણે મૂઢ થઈ ગયો હતો.
હે ભગવાન! આ આકારો શું કરી રહ્યા છે? આ આત્માઓ છે? હા, આ ખરેખર આત્માઓ જ છે! હવે હું શું કરું?
અચાનક જ તેને પલંગ પાસે પડેલી લાઠી યાદ આવી. તેણે લાકડી ઉપાડી અને પલંગમાંથી ઊભો થયો. તેણે ધીરે ધીરે એ આકારો તરફ જવાનું શરૂ કર્યું. પછી પોતાની બધી હિંમત ભેગી કરીને તેણે આગળ વધીને એ આકારોને લાઠીથી જોરથી ફટકારવાનું
શરૂ કર્યું.
ધડામ ! તેણે નજર ઊંચી કરીને જોયું તો ખબર પડી કે કપડાં સૂકવેલી દોરી પડી ગઈ હતી અને ક્ષણો પહેલાં જે સફેદ ભૂતિયા આકારોને તે મારવા માગતો હતો એ જમીન પર પડેલા હતા.
રૂપ ચમક્યો. પણ તરત જ તે ખડખડાટ હસી પડ્યો. તો મારા ઘરમાં આ આત્માઓ ફરતા હતા, એમ? આ આત્માઓ બીજું કંઈ નહિ પણ બે સફેદ ધોતિયાં હતાં.
- ૧૯ -
ચિત્રભાનુજી