________________
આત્મવિશ્વાસ
બીજા તમારે વિશે શું વિચારે છે તે સાથે તમારે કંઈ લેવાદેવા નથી.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૨:
ઉત્તર વિનાના પ્રશ્નો
રે તેમનાં પત્ની ગુજરી ગયાં ત્યારે છોગાલાલજીની ઉંમર માંડ ૩૪ વર્ષ હતી. જીવનમાં પડેલી આટલી મોટી ખોટનો આઘાત
પચાવવો તેમને માટે બહુ મુશ્કેલ હતો. ઘણી વાર એ દિવસો સુધી ઉપવાસ કરતા અને એકલતાના કોચલામાં ધસી જતા. તેઓ સતત મહાવીર સ્વામીને પ્રાર્થના કરતા. તે લાંબો સમય પછી વ્યાકુળતામાંથી બહાર આવીને જાતને સંભાળી શક્યા.
એક વાર તેમનું જીવન ફરી સ્વસ્થ અને સાધારણ થઈ ગયું પછી તેમના વડીલો અને સગાંઓએ તેમને પુનઃલગ્ન કરવાની સલાહ આપી. આખરે એમની આટલી બધી કમનસીબી હોવા છતાં તે દેખાવડા હતા, સમૃદ્ધ, તંદુરસ્ત અને યૌવનના ઊર્જાસભર માણસ હતા. ઉપરાંત બે નાનકડાં છોકરાંઓને એકલા હાથે ઉછેરવા તેમને માટે સરળ નહોતું. જોકે છોગાલાલજી પર આવી સદ્ હેતુવાળી દલીલોની કોઈ અસર નહોતી થતી. એમણે ફરી લગ્ન ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમણે મનોમન બને બાળકોનાં માતા અને પિતાની ફરજ નિભાવાવનું નક્કી કરી લીધું હતું. ખરી રીતે આનો અર્થ હતો કે તે બાકીનું જીવન બ્રહ્મચર્ય પાળવાના હતા. આ નિર્ણયને પગલે તેમને પોતાની બધી જ આંતરિક ઊર્જાને બીજાઓ માટે નિઃસ્વાર્થ જીવન જીવવાના ઉચ્ચ ધ્યેય તરફ વાળવામાં મદદ મળવાની હતી.
તેમનાં બાળકો અને પોતાના પ્રત્યે આ બહુ અગત્યની પ્રતિબદ્ધતા હતી. પોતાનાં પત્નીનાં અકાળ મૃત્યુને કારણે પડેલી ખોટ પુરવા માટે છોગાલાલજી કટિબદ્ધ હતા. તેઓ પોતાનાં બાળકો પ્રત્યે એટલો બધો પ્રેમ અને કાળજી દર્શાવવા માગતા હતા કે માતાની ગેરહાજરીનો વિચાર ધીરે ધીરે ચાલ્યો જાય. તેઓ પોતાનાં બાળકોનાં કલ્યાણ
-
૯ -
ચિત્રભાનુજી