________________
શું? એણે વૃદ્ધ વડીલ સામે માન્યામાં ન આવતું હોય એવી રીતે જોયું.
“મને મારી મા પાસે લઈ જાવ. હમણાં જ.” રૂપે ઊંચા અવાજે પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
ના બેટા, તારી મા ભગવાનના ઘરે ગઈ છે, ઉપર, આકાશમાં...” વૃદ્ધ વડીલે આકાશ તરફ આંગળી ચીંધી હળવેથી એના વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યો. “ત્યાંથી કોઈ ક્યારેય પાછું નથી ફરતું...”
આ અચાનક ખડા થયેલા સંજોગોને પગલે અંતે બાળકને ગળે સત્ય ઉતર્યું. રૂપથી એ લાંબો વખત સંખાયું નહિ. છેવટે હારીને એણે રડવાનું શરૂ કરી દીધું. વડીલે એને રોક્યો નહીં, એને રડવા દીધો. થોડી વાર પછી આંસુ અટકી ગયાં. વડીલે એ ચોધાર આંસુએ રડતા બાળકને ખોળામાં લીધો. એની આંખોમાં આંખો નાખીને ભારોભાર કરુણા સાથે એની સાથે વાત કરી. “રૂપ, મારા દીકરા, હવે મારી વાત સાંભળ. આમ જો, અહીં ઉપર જો. આકાશની વિશાળ ફલક તને દેખાય છે ને?! અત્યારે તો દિવસ છે એટલે આપણે ટમટમતા તારલા નથી જોઈ શક્તા પણ રાતે તો આપણે એ ચમતા તારા જોઈ જ શકીએ છીએ, ખરુંને ! તારી મા પણ ત્યાં જ ગઈ છે, ચમકતા સ્વર્ગના તારાઓ પાસે, ત્યાં રહેવા. કાયમ માટે.” તેમણે હળવેથી કહ્યું.
વૃદ્ધ સ્વજનના શબ્દોએ બાળકને થોડા સમય માટે તો શાંત કરી દીધું. પરંતુ પછી ફરી વાર પ્રશ્નોએ એનાં નાનકડાં આહત મનમાં સળવળાટ કરવાની શરૂઆત કરી દીધી.
“મારે પણ ત્યાં જવું છે...” તેણે માગણી કરી. “મા ત્યાં એકલી કેમ ગઈ? મને કેમ સાથે ન લઈ ગઈ?”
“તું બહુ નાનો છે એટલે...” કાકાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “ચિંતા ન કર મારા દીકરા, એક દિવસ આપણે બધાય ત્યાં ઉપર જઈશું. જે લોકો બીજા પ્રત્યે દયાળુ હોય અને બીજાને મદદ કરતા હોય એવા લોકોને ત્યાં રહેવાની મંજૂરી મળે છે.”
“ત્યાં ઉપર કેવું છે? ભગવાનનું ઘર મોટું અને સુંદર છે?”
“એ બહુ મોટું અને સુંદર ઘર છે બેટા. ત્યાં કોઈ રડતું નથી. ઈશ્વરના ઘરે કોઈ દુઃખી નથી બેટા. જો તું ડાહ્યો સરસ છોકરો થઈને રહીશને તો કોઈક દિવસ તારી મા ત્યાંથી સંદેશો મોકલશે. કદાચ તું પણ એની સાથે વાત કરી શકીશ અને એ પછી કદાચ તું એને મળી પણ શકીશ !”
-
૭ -
ચિત્રભાનુજી