________________
માટે માતા અને પિતા એમ બમણી ભૂમિકા ભજવવાનો પડકાર પાર પાડવા તૈયાર થઈ ગયા હતા અને તેમણે બરાબર એમ જ કર્યું.
હવે પોતાનાં સંતાનો જ પ્રાથમિકતા હોવાને નાતે છોગાલાલજીએ પોતાની રોજિંદી ઘટમાળમાં ફેરફાર કર્યા. સૌથી પહેલાં તો તેમણે પોતાની દુકાન ખુલ્લી રહેવાના કલાકોમાં ઘટાડો કરી દીધો. તેમાંથી જે સમય બચતો તેનો અડધો સમય સંતાનોને અને બાકીનો સમય ધ્યાનમાં પસાર કરાતો. રૂપ અને મગી તેમની સાથે કલાકો પસાર કરતાં, એમનો ખોળો ખુંદતા, એમને ભેટતા અને તેમની સાથે જાત જાતની રમતો રમતાં, તેમની સાથે બધી નાની મોટી વાતો પણ કરતાં. છોગાલાલજી પોતાનાં સંતાનોની બધી ઇચ્છા પૂરી કરતા પણ પૂરી તકેદારી રાખતા કે તેઓ લાડમાં બગડી ન જાય. છોગાલાલજીની દઢતાને પગલે બન્ને બાળકોનો ઉછેર યોગ્ય અભિગમ અને મૂલ્યો સાથે સારા માહોલમાં થઈ રહ્યો હતો; સાથે પિતાનો અઢળક પ્રેમ અને ચાંપતી નજર પણ હતાં. જો કે ક્યારેક રૂપે એવાં લક્ષણ બતાડ્યાં હતાં જ્યારે તે ખૂબ
જીદ્દી થઈ ગયો હતો પણ તેના પિતાએ સમજી લીધું હતું કે આવાં વર્તનનાં ગાળાને બિલકુલ અવગણી દેવો. છોગાલાલજીએ પોતાના અંગત આઘાતની લાગણી, પોતાની પર આધાર રાખનારાં આ બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં જ વાળી દીધી હતી. રૂપને જ્યારે પોતાની જિંદગી અને તેના પડકારો પ્રત્યે આગવો અભિગમ કેળવવાનો વખત આવવાનો હતો ત્યારે પિતાની હિંમત અને નિઃસ્વાર્થ ભાવના તેને માટે બહુ મોટું પ્રેરકબળ સિદ્ધ થવાની હતી.
છોગાલાલજીને તેમની નાની વિધવા બહેન ગજરાનો બહુ ટેકો રહ્યો છે તેમની સાથે જ રહેતી હતી. છોગાલાલજી જ્યારે દુકાને જાય ત્યારે ઘરે ગજરાફઈ જ બાળકોને સાચવી લેતી. તેમને તેઓ પ્રેમથી નવડાવતાં અને જમાડતાં. તેઓ શિસ્તનાં આગ્રહી હતાં અને ચોખ્ખાઈને મામલે પણ બહુ ચોક્કસ હતાં. રૂપે ચોખ્ખાઈનો ગુણ તેમની પાસેથી ગ્રહણ કર્યો હતો અને એને આખી જિંદગીની આદત બનાવી લીધો હતો.
રૂપ અને મગી, બન્ને ભાઈ-બહેન વચ્ચે બહુ સુમેળ હતો. તેઓ એકબીજાનાં પાક્કા સાથીદાર હતાં. ગોરી નમણી નાનકડી બહેન મણી માટે રૂ૫ હંમેશાં રક્ષણ પૂરું પાડતો મોટો ભાઈ બની રહેતો. મગીનું બધે સાથે આવવું અને ભાઈ તેની રક્ષા કરશેની લાગણીને ઓથે ખૂબ સન્માનથી ભાઈ પ્રત્યે લાગણી રાખવી એ રૂપને બહુ ગમતું.
શાળા અને અડોશપડોશમાં રૂપ તોફાની અને નટખટ તરીકે જાણીતો હતો. રૂપ હિંમેશાંથી ઊર્જાસભર-હતપતીયો અને હાજરજવાબી હતો તથા મોટાંઓનું કહ્યું સરળતાથી ન માનતો. કોઈ પણ વાત સ્વીકારી લેતાં પહેલાં એ તર્ક અને કારણ બને
યુગપુરુષ
- ૧૦ -