________________
સજ્ઞાઓની ઓળખ ]
વાજિંત્રના સૂર આવે તે મન એમાં જઈ આન ંદ અનુભવે; યા સાધના વખતે સ્ત્રી દેખી એનાં ૫ કે અંગોપાંગ તરફ આકર્ષાય.
(૪) રેગ્રહુસ’જ્ઞામાં ધર્મસાધના વખતે મનને એમ થાય, કે · આમાં બહુ ખરચે નથી
કરવા’....‘મોટા તપમાં યા ઉપધાનમાં પ્રભાવના
સારી મળવાની છે’...‘આજે પાષધ છે તે દુકાને માવાનુ રહી જશે પણ કાલે વધારે કમાઇ લઇશ’.... વગેરે.
(૫) ક્રોધાદિ કષાયાની સંજ્ઞા એવી, કે ધર્મ-સાધના વખતે સહેજ સહેજમાં કોધ
અભિમાન વગેરે ઊડી આવે. દા. ત. તે પ્રભુનાં દર્શીન કરવા ઊભા છે, ને વચમાં કોઈ આડુ આવ્યુ પ્રભુ દેખાતા બંધ થયા, ત્યાં મનને ગુસ્સો ચડી આવે કે આ કેવા નાલાયક છે કે બીજાનાં દર્શન ઢાંકે છે! પાતે સ્તવન ગાતા હાય પછીથી બીજાએ સારા કંઠે સ્તવન ઉપાડયું', ત્યાં એના પર અરુચિ થાય. એમ,
(૬) માનસંજ્ઞામાં ધર્મ સાધના વખતે દા. ત. સાધર્મિક જમણ જમાડતાં મનને એમ થાય, કે પેલાના જમણને આંટી મારું” સાધુ વ્યાખ્યાન કરતા હેાય ત્યાં એને ય એમ થાય, કે · ખીજાનાં વ્યાખ્યાન ભુલાવી દઉં.” આ માનસ નાનુ નાટક છે.
:
(૭) માય સંજ્ઞામાં ધર્મ કરતી વખતે એક યા બીજા પ્રકારની માયા ખેલાય. દા. ત., તપ-શક્તિ વધારે હોય, પણ એછે તપ કરી બહુમાં ખપાવે, યથાશક્તિમાં ખપાવે. સુકૃતમાં પૈસા કોઈના હાય, પણ પાતે જશ લે, કે મે પૈસા સારા ખરચ્યા'. પાતાના ઘર દેરાસરની આવક હોય ને અહારગામ મીજા દેરાસરમાં પેાતાની રકમ તરીકે ભેટ મેકલે. આવુ માયાસ જ્ઞાનું તેાફાન છે.
(૮) લેભસંજ્ઞામાં, ધર્મસાધના કરતી વખતે એક યા મીજા પ્રકારના માનપાન યા
| ૭૫
પૈસા-ચીજ-વસ્તુને લાભ ઊઠે, લાભના તૃષ્ણાના કે મમતાના વિચાર આવે. દા. ત. · પૂજા ભણાવુ છુ, યા જમણ જમાડું છું, પણ જશ મળે તે સા’... ‘તપસ્યા કરું છું, સાલ પહેારી પોષધ, ઉપધાન કરું છુ, પણ પ્રભાવના સારી મળે તેા સારુ,'... 'પુસ્તક મહાર પાડુ', સસ્થા સ્થાપુ ને મારા ભક્તો વધી જાય, અહી યશ ને બહાર કીતિ ફેલાય તેા સારુ,'...આ બધા લેાભ–સ જ્ઞાના ખેલ છે.
આ
(૯) આઘસજ્ઞા એટલે ગતાનુગતિકતા. ધર્મ-સાધના કરે પણ એમાં વિધિ-વિધાન વગેરે જાણવા-આદરવાની શી ગરજ ન હોય. બીજા અજ્ઞાનીઓ કરે છે તેમ ચીલાચીલે કયે જાય. આત્મહિતના ય વિચાર નહિ કે આ સાધના કરુ' ને મારા આત્માનું હિત થાય. એ તા રાખેતા મુજબ કયે જાય. તાપ, નિવિ
ચાર સાધના.
(૧૦) લેાકસ’જ્ઞામાં, ધર્મ કરે પણ લેાકની વાહવાહ લેવા પૂરતા કરે, લેાકેામાં સારા દેખાવા કરે, લાકને સારુ' મનાવવા ધમ કરે. અથવા સાધના અંગે શાસ્ત્ર શુ' કહે છે તે ન જુએ, પણ લેાકેા કેમ ચલાવે છે એના આધારે પાતે ચલાવે. આ લેક સંજ્ઞાની ગુલામી છે.
ન
આ દસેય પ્રકારની સંજ્ઞાએ પાપસ જ્ઞા છે, ધમાઁ-સાધનાને અને સાધનાની આંતરિક પરિણતિને એ બગાડી નાખે છે. માટે અહી સશુદ્ધ-વિશુદ્ધ સાધના માટે આ બીજી શરત મૂકી, ખીજે ઉપાય કર્યા, કે-સ જ્ઞાની અટકાયત જોઇએ.
સજ્ઞાની અટકાયત શી રીતે કર્વી ? સંજ્ઞાની અટકાયત કરવા માટે આ વિચારવું, કે—(૧) શાસ્ત્રકાર યેગમીજની સાધના આપણે વિશુદ્ધ કંચન જેવી કરીએ એમ ઈચ્છે છે; તેથી આપણે એવી જ કરવી જોઇએ, ને એ માટે શાસ્ત્ર કહ્યા પ્રમાણે સંજ્ઞા અટકાવવી જ જોઈએ.’