________________
ગણાય, પરંતુ પોતાનો આત્મા જ સર્વે કરે છે. તથા શ્રી ઉત્તરાધ્યયનમાં કહેલું છે કે આત્મા એ જ વૈતરણી નદી છે. આત્મા એજ કૂટ શાલ્મલી વૃક્ષ છે. (નરકમાં રહેલું વૃક્ષ) આત્મા જ કામધેનું ગાય છે. અને આત્મા જ નંદનવન છે (૧) આત્મા જ સુખ અને દુ:ખનો કર્તા અને વિકર્તા એટલે નાશ કરનારો છે. દુઃપ્રસ્થિત અને સુપ્રસ્થિત એવો
આત્મા એ જ અનુક્રમે શત્રુ અને મિત્ર છે. ર૭ll ગાથાર્થ - હે જીવ ! તેં ઘણા આરંભો કરીને ઉપાર્જન કરેલા ધનને સ્વજનો
ભોગવે છે. પણ તે ધન ઉપાર્જન કરતાં બાંધેલા પાપકર્મો તારે જ
ભોગવવાં પડે છે પર૮ ભાષાંતર - હે આત્મા ! તારા વડે ખેતી વ્યાપારાદિ રૂપ ઘણા આરંભ વડે
ઉપાર્જન કરેલા ધનને પિતા-માતા-ભાઈ-પુત્રાદિ સ્વજનો ભોગવે છે અર્થાતુ કે ધનના ફલને ભોગવનારા સ્વજનો થાય છે, અને તે આરંભ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિ અશુભપ્રકૃતિ રૂપ કર્મને નરકાદિ દુર્ગતિમાં તું એકલો જ અનુભવે છે. વર્તમાનના સામીપ્યપણા થી “વર્તમાનકામીણે વર્તમાનવ૬ વા" એટલે કે વર્તમાનની નજીકમાં રહેલું ભવિષ્ય વર્તમાનની જેમ થાય છે. આ પ્રમાણેના આર્ષવચનથી અહીં ભવિષ્યકાળના અનુપવિષ્યસિ રૂપને બદલે અનુમસ વર્તમાનકાળનું રૂપ કરેલું છે એટલે કે ધન ઉપાર્જન કરતાં
બાંધેલા પાપકર્મોના ફળનો આસ્વાદ તું એકલો જ પામીશ. ૨૮ ગાથાર્થ - હે આત્મા! તારા વડે આ મારા બાળકો દુઃખી છે, ભૂખ્યા છે ઇત્યાદિ ચિંતા
કરાઈ, પણ તારા આત્માની થોડી પણ ચિંતા કરાઈ નહીં, આથી તને અમે
શું કહીએ?!ારા ભાષાંતર – હે આત્મા! મોહને વશ તારાવડે મારા બાળકો ઠંડીમાં વસ્ત્રાદિ રક્ષણના
અભાવે પીડા પામે છે. તથા સુધાથી ભૂખ્યા થયેલા છે, એ પ્રમાણે રાતદિવસ ચિંતાથી આકુલ તારા વડે વિચારાયું, પરંતુ હે જીવ ! તારા વડે થોડી પણ ચિંતા પોતાની ન કરાઈ કે પુણ્યરહિત એવા મારા આત્માનું પરલોકમાં શું થશે ? ખરેખર યોગ્ય જીવ જ ઉપદેશને યોગ્ય હોવાથી અમે તને શું કહીએ ? અને તું પારકાની ચિંતા કરનારો થયો પણ પોતાના આત્માની ચિંતા કરનાર ન થયો, આથી તું મૂર્ખ બન્યો છે. કારણ કે જે સ્વાર્થથી ભ્રષ્ટ થયેલો હોય તે મૂર્ખ છે, એ પ્રમાણેનું વચન છે. ૨૯
વૈરાગ્યશતક
૧૪