________________
“શ્રી પુરિમતાલમાં ઇન્દ્ર જેવા તેજસ્વી શ્રીમદ્ વિજયપાલ રાજાના ચરણકમળોનું કલ્યાણ થાઓ. (૪૩) શ્રી સ્વર્ગથી રાણી લક્ષ્મી અનુરાગથી નમન કરીને ઉત્કંઠા સહિત વિનંતિ કરે છે, તે આ પ્રમાણે - અહીં મારુ કુશળ છે. (૪૪) હૃદયમાં રહેતા તમારા વડે હું જાણે મોટા ભારવાળી છું. ગળા સુધી આવેલી ઉત્કંઠાથી યુક્ત એવી હું ત્યાં આવવા માટે શક્તિમાન નથી. (૪૫) તે કારણથી પ્રસાદ કરીને મને તમારા સર્વ અંગના આભરણો મોકલવા યોગ્ય છે, એ પ્રમાણે કરવું જેથી દેવીઓને વિષે હું પતિના માનના સમૂહને વહન કરું. (૪૬) અને બીજુ એ કે સારભૂત એવા વસ્ત્ર આભરણાદિ પંદર દિવસ કે મહિનાની અંદર આ વૃદ્ધને હાથે પોતાના આશીર્વાદ સાથે મોકલવાં. (૪૭) રાજા વડે મસ્ત્રી કહેવાયા “મારા વસ્ત્ર, અંગરાગથી યુક્ત એવા સારભૂત આભરણ આના હાથમાં અપાય. (૪૮) જે કારણથી સંદેશો લાખ (મૂલ્ય) પ્રાપ્ત કરે, લેખ કોટિ વડે વિશેષિત કરાય, દર્શનનું કોટીશત મૂલ્ય છે અને ઇષ્ટની સાથે સંગમ તે અમૂલ્ય છે. (૪૯) રાજાના અવિચારીપણા વડે રાજ્યનો નાશ (થશે એમ) જાણીને મસ્ત્રીઓ વડે મંત્રણા કરાઈ અને હવે આદર સહિત રાજા વિનંતિ કરાયા. (૫૦) “આ સ્વર્ગમાં કેવી રીતે જવાનો છે?રાજા વડે કહેવાયું “જેવી રીતે અહીં આવ્યો એવી રીતે ?” “હે સ્વામી ! દેવીની કૃપાથી અહીં આવ્યો પણ જશે કેવી રીતે ?” (૫૧) સાંભળીને રાજાએ પૂછ્યું “પહેલી વાર તે કેવી રીતે ગયો હતો ?” “અગ્નિમાં બળાયો હતો” એ પ્રમાણે કહેવાય છતે “તે રીતે આને પણ (બળાય)” એમ આદેશ (રાજાએ) કર્યો. (૫૨) ત્યાર પછી બળતા અગ્નિમાં નાખવા માટે લઈ જવાતા તેને જોઈને પા શ્રેષ્ઠી વડે રાજા કહેવાયા. (૫૩) “હે દેવ ! આ બહુ વૃદ્ધ અને ઘણા સંદેશા (લઈ જવાના હોવાથી) ભારવાળો છે માટે ખરેખર જવા માટે અસમર્થ છે તે કારણે કોઈ યુવાન નર મોકલવા યોગ્ય છે.” (૫૪) સચિવો વડે આદર કરાયું (સ્વીકારાયું, “હે સ્વામી!આ (પદ્મશ્રેષ્ઠી) જ સારા ઉત્તરને આપનારો, મુખર (વાચાળ), શીધ્ર જનારો છે. દેવીની પાસે એને મોકલાવાય.” (૫૫) ત્યારે તે જ પ્રમાણે રાજાએ સ્વીકાર કરે છતે કસાઈ વડે જેમ પશે તેમ મન્ત્રીઓ વડે લઈ જવાતો (પા)
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૯