________________
“હે દેવ ! આજે આપ વર્ધાપન કરાઓ છો. ભાગ્યથી પ્રિયાની ખબર મળી છે.” રાજાએ હર્ષથી પૂછ્યું. પછી તે, તે દેવની વાણી વડે બોલ્યો. (૨૭)“હે દેવ ! શક્રની સભાની મધ્યમાં બેઠેલી તમારી પ્રિયા, મત્ત હાથીણીની જેવી ચાલવાળી ઇચ્છિત સુખો વડે પુષ્ટિને ધારણ કરે છે. (૨૮) પરંતુ તમારા દર્શન વગર દુ:ખી થાય છે. આથી તમને કહે છે કે તમારે પણ અહીં મૃત્યુલોકમાં રહેવું ઉચિત નથી. (૨૯) કારણ કે આધિ, વ્યાધિ, દુર્ગંધ વિગેરે બાધાઓ વડે આ મૃત્યુલોક સંકીર્ણ છે અને સ્વર્ગ સર્વે ઇન્દ્રિયોની પ્રીતિને વિસ્તારનારા ભોગો વડે ભાસુર છે.(૩૦) જો મારા વડે કાર્ય છે તો જલ્દીથી અહી આવ. નન્દન વન સ્વાધીન હોતે છતે પંડિત એવો કોણ મરુભૂમિમાં ૨મે (૩૧) રાજાએ કહ્યું “રે મન્ત્રીઓ ! મને જલ્દીથી સ્વર્ગનો રસ્તો દેખાડો. જે કારણથી હું જાઉં અને પ્રિયાના મુખકમળને જોઉં.(૩૨) મન્ત્રીએ કહ્યું “હે દેવ ! ભોજન કરો, સ્નાનપાનાદિ કરો. મોટા એવા રાજ્યના કોશાદિને યાદ કરો અને પુણ્યને સાધો (૩૩) જેટલામાં હું ત્યાં જઈને તમારું આગમન કહું છું.” આ વચનો વડે રાજાએ ભોજનાદિ કર્યુ. (૩૪) જે કારણથી નિર્બુદ્ધિ હોય કે સુબુદ્ધિ, રંક હોય કે રાજા, રાગ વડે કરીને પુરુષ ખોટા વચનો પણ સત્યપણે જાણે છે. (૩૫) લાંબા કાળ પછી તે પુરુષ નૃપતિની સામે આવીને અત્યંત અપૂર્વ એવા નાગરંગના ફળો ભેટણા તરીકે ધારણ કર્યા.(૩૬)“દેવી વડે મોકલાવાયેલા કલ્પવૃક્ષના આ ફળો છે” એમ બોલતા તેણે રાજાની પાસે દેવીની વાણી વડે (દેવીએ મંગાવ્યા છે એ રીતે) સર્વ અંગના આભરણો માગ્યા. (૩૭)રાજા જોતે છતે જલ્દીથી મન્ત્રીઓએ તે આભરણો આપ્યા. કેટલાક દિવસો સુધી આ વૃતાન્ત છૂપો રાખ્યો. (૩૮) કેટલાક દિવસો સુધી વારંવાર આવતા જતા કોઈ એક ધૂર્તે એક વખત આ વૃતાન્ત જાણ્યો. (૩૯) તાડપત્રની જેવા ચીકણા સુવર્ણપત્રને કરીને તેણે (ધૂર્તે) તેના ઉપ૨ અક્ષરો કોતરીને કસ્તુરીના રસને ભર્યો. (૪૦) ત્યાર બાદ લેખની જેમ વીંટાળીને રાજાના હાથમાં તે આપ્યો.“દેવી વડે સ્વર્ગથી મોકલાવાયેલો હું દૂત છું.”(૪૧) એ સાંભળીને એ લેખને ખોલીને રોમાંચના વિસ્તાર વડે ઊભા થયેલા રોમવાળો રાજા “આ દેવની સામગ્રી ધન્ય છે.” એ પ્રમાણે અતિ આનંદ પામતો વાંવા લાગ્યો.(૪૨)
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૮