________________
(૫૬) બીજે દિવસે રાજાએ તેણીની પડોશણને પૂછ્યું લીલાવતી
ક્યાં ગઈ ? તેણીએ કહ્યું “હું નથી જાણતી.” (૫૭) રાજા પણ એણીના વિરહ વડે દુઃખી મનવાળો થયો, રાત્રિ કષ્ટપૂર્વક પસાર કરીને સવારે મસ્ત્રીને પૂછ્યું. (૫૮) “હે મત્રી તારા ચૈત્યમાં પહેલા લીલાવતી નામની નર્તકી હતી, તે ક્યાં ગઈ ? એ નિવેદન કરાય.” (૫૯) “હે દેવ ! ખરાબ આચારવાળી એવી તે મારા વડે ચૈત્યમાંથી કાઢી મૂકાઈ. જેથી કોઈના પણ ઘરે જઈને તે રાત્રિ પસાર કરે છે. (૬૦) તેથી તેના સ્થાને કોઈ પણ બીજી નર્તકી શોધવા યોગ્ય છે.” એ પ્રમાણે સાંભળીને છૂપાવેલી આકૃતિવાળો રાજા મૌન રહ્યો. (૯૧) સમયે તેણીએ છૂપી રીતે સર્વાગ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. ક્રમે કરીને મત્રી વડે તે કલાઓમાં પારંગત બનાવાયો. (૩૨) એક વખત મત્રી પુત્ર સહિત એવી પુત્રીને રાજસભામાં લઈ ગયો. રાજાએ પૂછ્યું મુખ ઢંકાયેલી આ કોણ છે ? (૬૩) “આ એ જ મારી પુત્રી, તમારી વલ્લભા ભુવનાનન્દા છે. આ તમારો પુત્ર મારો દૌહિત્ર છે. તે નાથ ! અવધારણ કરાય. (૬૪) જેટલામાં સ્કુરાયમાન થયેલા છે હોઠ જેના એવો રાજા કંઈક બોલે એટલામાં અમાત્યએ તેના હાથમાં પોતાની વહિકા આપી. (૬૫) તેણીની સાથે એકાન્તમાં પણ જે કરાયું, અને જે બોલાયું તે બધું લખાયેલું જોઈને રાજા આશ્ચર્ય ચકિત થયો. (૬૭) પુત્રના સ્નેહના રસ વડે મિશ્ર એવા રાજાએ પોતાના વૃતાન્તને દૃષ્ટિના માર્ગ ઉપરથી દૂર નહીં કરતા, વારંવાર સ્મરણ કરી કરીને લાંબા સમય સુધી મસ્તકને ધુણાવ્યું. (૧૭) પુત્રના સર્વ અંગને જોઈને પોતાના ખોળામાં આરોપીને કહ્યું
હે પુત્ર ! આ રાજ્ય અને આ બધી લક્ષ્મી તારી છે, (૧૮) કે જેની માતા વડે લીલામાં પુત્રની ઉત્પત્તિ વડે હું રંજિત કરાયો અને મહાસતીની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી પણ હું રંજિત થયો છું. (૧૯) તે ધેર્ય, વીર્ય, શૌર્ય અને યશ સહિત એવા પણ મને | ધિક્કાર છે કે જે હું લીલા માત્રમાં એક સ્ત્રી વડે જિતાઈ ગયો.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૫