________________
(૩૩) તે કારણથી આ જ મારો બંધુ, ગુરુ પણ આ જ છે. એમાં કોઈ સંશય નથી. મહાસતી એવી જેથી વડે નરક રૂપ કૂવામાંથી ઉદ્ધાર કરાયો. (૩૪) આ પ્રમાણે ભાવના કરીને પવિત્રાત્મા એવા તેમણે શ્રીમદ્ નેમિનિની પાસે જઈને દુષ્ટ આચરણની આલોચના કરીને ગાઢ તપશ્ચર્યા ગ્રહણ કરી, (૩૫) (જન્મથી) ચારસો વર્ષને અંતે એક વર્ષ છદ્મસ્થપણામાં રહીને પાંચસો વર્ષ સુધી તે કેવલીપણામાં રહ્યા. (૩૬) નવસો ને એક વર્ષનું આખું આયુષ્ય પૂર્ણ કરીને સર્વ શુદ્ધાત્મા રથનેમિ મોક્ષે પધાર્યા. (૩૭) આ વિષયોનું દુરાત્મપણું ખરેખર કેવું અનુત્તર છે કે, જેઓ વડે આ ચરમ શરીરી પણ પોતાને વશ કરાયા. (૩૮) એ પ્રમાણે શ્રી રથનેમિની કથા છે. IIકલા
ગાથાર્થ મદન રૂપી પવન વડે જો મેરુગિરિ જેવા નિશ્ચલ (ધીર) એવા પણ ચલિત
કરાયા, તો પાકેલા પાંદડા જેવા (હીન) સત્ત્વવાળા બીજા સામાન્ય
પ્રાણીઓની તો શું વાત ? I૭all ભાષાંતરઃ મદન પવન અર્થાત્ કંદર્પ રૂપી વંટોળિયા વડે જો સુરશૈલ નિશ્ચલ અર્થાત્
મેરુ જેવા ધીર એવા પણ શ્રી આદ્રક, નદિષેણ, રથનેમિ વગેરે મહામુનિઓ પણ ચલિત એટલે ચલચિત્તવાળા થયા. ત્યારે પાકેલા પાંદડા જેવા અર્થાતુ હીન સત્ત્વવાળા સામાન્ય પ્રાણીઓની તો શું વાત ? કોઈ જ
વાત ન થાય. અર્થાત્ તેઓ તો ચોક્કસ ચલિત થાય. /૭ll ગાથાર્થ : મહાક્રૂર એવા સિંહ, હાથી, સર્પ આદિ જીવો સુખપૂર્વક જ જીતાય છે.
શિવસુખમાં બાધા જેણે કરી છે એવો એક કામ જ દુર્જેય છે. ૭૧
ભાષાંતરઃ મહાક્રૂર, દુષ્ટ અધ્યવસાયવાળા એવા હરિ કરિ સર્પાદિ અર્થાત્ સિંહ, હાથી
અને ભુજંગમાદિ જીવો સુખપૂર્વક જ જીતાય છે. અર્થાત્ તે તે ઉપાય વડે પુરુષો વડે વશીકૃત કરીને દમન કરાય છે. પણ કરાયો છે શિવસુખનો વિરામ જેના વડે અર્થાત્ દળી નાખ્યો છે મોક્ષ જેણે એવો કામ-મન્મથ તે દુર્જેય અર્થાત્ જીતવા માટે અશક્ય છે. કહ્યું છે કે –
ઝઝઝઝઝઝઝઝ
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૯