________________
ગાથાર્થ : સત્ય, ઋત, શીલ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય - આ બધું વિષયના વશ થવા
વડે યતિઓનું પણ ક્ષણમાં જ ચાલ્યું જાય છે. I૮૧! ભાષાંતરઃ સત્ય અર્થાતુ અવિતથ વાક્ય, શ્રત તે આગમ, શીલ તે અઢારહજાર
શીલાંગના ભેદવાળું, બ્રહ્મ અને વિજ્ઞાન એટલે ક્રિયાનું કૌશલ અથવા વિશિષ્ટ જ્ઞાન અને તપ - ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમાદિ અને વૈરાગ્ય એટલે ભવ વિરક્તપણું - આ બધું યતિઓનું પણ, બીજાનું તો દૂર રહો પણ વિષયને વશ થવા વડે યતિઓનું પણ આ બધું ક્ષણમાં જ જાય છે, દૂર થઈ જાય છે. વિષયાસક્ત જીવોનું આ બધું વિલીન
(નાશ) થાય છે. II૮ના ગાથાર્થ કરે જીવ ! મતિથી કલ્પના કરાયેલા, આંખના પલકારા જેટલા સુખમાં લંપટ
થયો છતો મૂઢ એવો જેની સમાન બીજું કોઈ સુખ નથી, તેવા શાશ્વત સુખને
અને ચન્દ્ર જેવા નિર્મળ યશને શા માટે હારે છે ? I૮૨ા ભાષાંતરઃ રે જીવ! હે મારા આત્મા!મતિકલ્પિત અર્થાતુ પોતાની બુદ્ધિ વડે સ્થાપન
કરાયેલું સુખ તરીકે મનાયેલું) એવું જે નિમેષ સુખ એટલે આંખના પલકારા જેટલું વૈષયિક સુખના લેશમાં લંપટ થયો છતો મૂઢ એટલે કે મૂર્ખ એવો (૮) અસમતમ એટલે જેની સમાન બીજું નથી એવું શાશ્વત સુખ - શીલને સેવવાથી પ્રાપ્ત થયેલા અનંત એવા મોક્ષસુખને અને શશિસોદર એટલે ચન્દ્ર જેવા નિર્મળ યશને કેમ હારી જાય છે! કેમ દૂર હડસેલે છે ? જે કારણે કહ્યું છે કે – કામાર્ણ એવો જે સ્વસ્ત્રીને ત્યાગ કરે છે અથવા પરસ્ત્રીને પ્રબોધતો નથી. તેના વડે જગતમાં અકીર્તિનો પડહ અપાય છે. ગોત્રને વિષે મશીનો કૂચડો અપાયો છે, ચારિત્રને જ્યાંજલિ અપાઈ છે, ગુણોના સમૂહ રૂપી બાગને દાવાનળ અપાયો છે, સકલ આપત્તિઓને સંકેત (આવકાર)
અપાયો છે, શિવપુરના દ્વારને વિષે દઢ કપાટ અપાયો છે. I૮૨ા ગાથાર્થ : પ્રજ્વલિત થયેલી વિષય રૂપી અગ્નિ સકળ પણ ચારિત્ર રૂપી સારને બાળી
નાખે છે. સમ્યક્તને પણ વિરાધીને અનંત સંસારને કરે છે. ૮૩
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૭