________________
ગાથાર્થ : જે પુરુષ રાગાદિને વશ છે, તે સકલ લાખો દુઃખોના વશમાં છે અને રાગાદિ
જેના વશમાં છે, તેના વશમાં સકલ સુખો છે. ૫૮૮ ભાષાંતરઃ જે રાગાદિને વશ છે અર્થાત્ તેને આધીન છે, તે સર્વ લાખો દુઃખોને વશ
થાય છે. અર્થાત્ રાગાદિને પરવશ ખરેખર લાખો દુઃખોને પ્રાપ્ત કરે છે. જેના વશમાં આ રાગાદિ છે અર્થાત્ જેના વડે રાગાદિ જીતાઈ ગયા છે, તેના વશમાં સકલ સુખો છે. એટલે કે એ સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. જે કારણે કહ્યું છે કે – લાંબા કાળ સુધી રહીને પણ વિષયો અવશ્ય જનારા છે. (તેઓના) વિયોગમાં એવો કયો ભેદ છે કે, જેથી લોક સ્વયં એને ત્યાગ નથી કરતો ? સ્વતંત્ર રીતે જતા એવા આ વિષયો મનને અતુલ સંતાપ માટે થાય છે. જ્યારે સ્વયં ત્યાગ કરાયેલા આ વિષયો અનંત શમસુખને કરે
છે. ll૮૮. ગાથાર્થ ઃ ફક્ત દુઃખ વડે જ નિર્માણ કરાયેલા સંસારસાગરમાં પડેલો જીવ જે
ક્લેશને અનુભવે છે તે સર્વ આશ્રવ (વિષયો)ના હેતુવાળો છે અર્થાત્
આશ્રવને લીધે જ ઉત્પન થયેલો છે (એમ તું જાણ) li૮૯ ભાષાંતરઃ આ પ્રકારના અર્થાત્ દુ:ખ વડે જ નિર્માણ કરાયેલા સંસાર સાગરમાં
પડેલો જીવ જે ક્લેશ એટલે કે અશાતા વડે વેદવા યોગ્ય એવા દુ:ખને અનુભવે છે તે સર્વ ક્લેશ આશ્રવહેતુક છે. કર્મ રૂપી જલને આશ્રવે અર્થાત્ ગળે તે આશ્રવ એટલે કે પાંચ વિષયો તે જ છે હેતુ અર્થાત્ નિમિત્ત જેના એવા ક્લેશ છે. તેને તું જાણ. વિષયોથી જ ક્લેશની ઉત્પત્તિ છે. અને વિષયો ખરેખર દુ:ખે કરીને ત્યાગ કરી શકાય એવા છે. જે કારણે કહ્યું છે કેભિક્ષા વડે પ્રાપ્ત થયેલું ભોજન અને તે પણ નીરસ અને એક જ વાર મળતું, ભૂમિ જ શય્યા છે, સ્વજન તે પોતાનો દેહ માત્ર જ છે, જીર્ણ અને સેંકડો થીગડાવાળું વસ્ત્ર છે અને (બેસવા માટે) કોથળો
છે. ખરેખર ખેદ છે કે તો પણ વિષયોને ત્યાગ કરતા નથી. Iટલા ગાથાર્થ : ખરેખર ખેદની વાત છે કે મહિલાનું રૂપ લીધેલા બ્રહ્મા વડે જાળ રચાઈ છે,
જ્યાં મૂઢ એવા મનુષ્યો, તિર્યંચો, સુર અને અસુરો બંધાય છે. ૯૦
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૯