________________
શતક ઉપર આ ટીકા મારા વડે કરાઈ. સદસ૫દાર્થોના અવબોધ વડે મોટી પાઠક પદવીને ધારણ કરતા એવા ગુરુ શ્રી જયસોમગુરુ એવા મોટાઓનું શુભ ગ્રહણ કરો.
વાચક રૂપી લક્ષ્મીની પ્રૌઢતાને ધારણ કરતા શિષ્ય એવા શ્રીગુણવિજય વડે આ રચાઈ છે, તેમાં જે અજ્ઞાનથી દોષો કહેવાયા હોય તે મારા ઉપર કૃપા કરીને વિશેષજ્ઞો વડે દૂર કરવા યોગ્ય છે. કારણ કે જિનેશ્વર વડે છદ્મસ્થોને યોગની શુદ્ધિ કહેવાયેલી નથી. આ ઇન્દ્રિય પરાજય શતકની પ્રાચીન કે અર્વાચીન રચાયેલી એવી કોઈપણ ટીકા જોવાઈ નથી. ઇન્દ્રિયશતકના બોધ રૂપ સાગરને પાર પામવામાં ગુરુ એ વહાણ સમાન મને સહાયક થયા છે, તેના વડે આ વૃત્તિ સિદ્ધિપદને પામી છે. આનંદથી ભૂવલયને ઉજ્જવળ કર્યું છે તથા યશને વધારનારું આ વૈરાગ્યગર્ભિત શાસ્ત્રને ભણી ભણીને તથા સાંભળી સાંભળીને લેશ પણ ઇન્દ્રિયના વિજયને પ્રાપ્ત કરીને લોક સિદ્ધિને પ્રાપ્ત કરો.
સિદ્ધાંત રૂપ સાગરને પાર પામેલા મારા ગુરુ વડે આ સંશોધન કરાયેલી છે. સ્વર્ણની પ્રકૃતિની જેમ સુભગ ભાગ્યથી તેને રત્નનો અનુસંગ થાય તો શું કહેવાય ?
શ્રી જિનદત્તગુરુ અને શ્રીમદ્ જિનકુશલસૂરિરાજની પરમ કૃપાના ભાવથી સુખ અને સિદ્ધિ હંમેશાં થાઓ.
|| શ્રી | શ્રી | શ્રી | શ્રી | શ્રી ||
ઈન્દ્રિયપરાજયશતક ૧૯૫