________________
ભાષાંતરઃ તે ધન્ય છે, શ્રેષ્ઠ છે, - ચતુર્થીના અર્થમાં હવે ષષ્ઠી કરી છે કે તે પુરુષોને
નમસ્કાર થાઓ, તે સંયમ ધારણ કરનારાઓનો અર્થાત્ ચારિત્રીનો હું દાસ છું, કિંકર છું જેઓના હૃદયમાં એટલે કે ચિત્તમાં અર્ધાક્ષિદર્શનશીલા અર્થાત્ અર્ધ નયન વડે જોનારી તે સ્ત્રીઓ ખાટું નથી કરતી એટલે કે ફરકતી નથી. જેઓના હૃદયને સ્ત્રીઓ ચલાયમાન નથી કરતી. તેઓનો હું દાસ છું. જે કારણથી કહ્યું છે કે - સંશયોનું આવર્ત, અવિનયનું ભવન, સાહસોનું ગામ, દોષોનો ભંડાર, સેંકડો કપટોનું ઘર, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિજ્ઞ, નરકપુરના મુખ સમાન, સર્વમાયાનો કરંડિયો, અમૃતમય વિષ, પ્રાણીલોકને
બાંધનારું એવું આ સ્ત્રી રૂપ યન્ત્ર કોના વડે સર્જાયું ? ll૯૯ો ગાથાર્થ રે જીવ!વધારે કહેવા વડે શું? જો તું રોગરહિત એવા શાશ્વત સુખને ઇચ્છે
છે તો વિષયથી વિમુખ થયેલો તું સંવેગ રૂપી રસાયણને નિત્ય પી./૧૦oll ભાષાંતર: વધારે કહેવા વડે કરીને શું ? રે જીવ, જો તું શાશ્વત એટલે કે અનંત,
અરુજ અર્થાત્ રોગરહિત, સુખ અર્થાત્ મુક્તિમાં રહેલી પરમાનંદ રૂપ શાતાને ઈચ્છે છે, વાંછે છે તો તું વિષયોથી વિમુખ એટલે કે પરામુખ થયો છતો નિત્ય સંવેગ અર્થાત્ ચિત્તવિરક્તતા તે રૂપી રસાયણ અર્થાત્ જરા અને મરણને દૂર કરનારા ઔષધ તેને પી. અન્ય પણ જે આરોગ્યપણાને ઇચ્છે છે તે ખરેખર રસાયણને પીએ જ છે, તે જ રીતે શિવ એટલે કે અરોગરૂપ જે સુખ તેને જો ઇચ્છે છે, તો સંવેગ રસાયણનું પાન કરવા યોગ્ય છે. (૧૦) આ પ્રમાણે ઇન્દ્રિય-પરાજય-શતકના વિવરણથી સિદ્ધિ મળો. સક્રિયા અને જ્ઞાનરૂપી જલ વડે સ્વચ્છ એવા શ્રી ખરતરગચ્છમાં ક્રિીડા કરતા શ્રેષ્ઠ વિલાસસહિત વત્સ પાઠક, વાચક, યતિની પરંપરા હોતે છતે, શ્રીમદ્ યુગપ્રધાન સમ શ્રી જિનચંદ્રસૂરિનો વિજય હોતે છતે, વિક્રમથી ૧૯૬૭ વર્ષે જગતમાં લોકોને હર્ષ ઉત્પન્ન થયે છતે ચતુર બુદ્ધિ વડે સમર્થતાથી વૃદ્ધિ કરવા માટે પોતાના પટ્ટ ઉપર શ્રીમદ્ જિનસિંહસૂરિની પ્રતિષ્ઠા કરાઈ ત્યારે રમ્ય એવી વિજયાદશમીના દિવસે સૂત્રની પ્રતિમાને જોઈને મારા બોધ પ્રમાણે વિચારીને ઇન્દ્રિય
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૪