________________
ભાષાંતરઃ રી' શબ્દ ખેદ અથવા વિસ્મય (આશ્ચર્ય) અર્થમાં છે જેમ કે સો વાર ભણેલા
એવા પણ ખેદ છે કે જડ એવા અમે જાણતા નથી. ‘હવિધિટિતાનાં ઢી વિવિત્રવિપાવ: દુરાશય એવી વિધિ (ભાગ્ય)વડે પોષાયેલાઓને આશ્ચર્ય છે કે આવો વિચિત્ર વિપાક છે. એ પ્રમાણે હી શબ્દ ખેદ અને આશ્ચર્ય એમ બંને અર્થવાળો જોવા મળે છે. વિધિ અર્થાત્ બ્રહ્મા, મહિલા એટલે કે વનિતાના રૂપને ધારણ કરેલા એવા બ્રહ્મા વડે સંસારમાં જાળને એટલે આનાય-મસ્યબંધન મંડલ કરાઈ છે, રચાઈ છે જે રીતે જાળ વડે માછલીઓ બંધાય છે તે રીતે સ્ત્રીઓ વડે પુરુષો બંધાય છે. “રૂપ' શબ્દ શ્લોક, શબ્દ, પશુ અને આકાર એવા અનેક અર્થમાં છે. જેમ કે મનુષ્યરૂપ વડે મૃગો ચરે છે. (ફરે છે) જે સ્ત્રીરૂપ જાળમાં મનુષ્યો, તિર્યંચો, સુર અને
અસુરો બંધાય છે નિયંત્રિત કરાય છે. ll૯Oll ગાથાર્થ : વિષય રૂપી ભુજંગો (સર્પો) વિષમ છે જેઓ વડે ડસાયેલા જીવો ચોરાશીલાખ
યોનિરૂપ ભવનમાં દુઃખરૂપી અગ્નિ વડે ક્લેશ પામે છે. ૯૧|| ભાષાંતરઃ વિષયરૂપી ભુજંગો વિષમ છે. જે વિષયરૂપી ભુજંગો વડે ડસાયેલા જીવો
ભવવનમાં દુ:ખરૂપી અગ્નિ વડે ક્લેશ પામે છે દુઃખી મનવાળા થાય છે.
ક્યાં રહેલા ? ચોરાશી લાખ યોનિમાં રહેલા. તે યોનિઓ આ પ્રમાણે પૃથ્વી, અપ, તેઉ અને વાયુ કાય પ્રત્યેકની સાત સાત લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિકાયની દશલાખ, અનન્તવનસ્પતિકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય પ્રત્યેકની બે લાખ, દેવો, નારક અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રત્યેકની ચાર ચાર લાખ યોનિઓ, મનુષ્યોની ચૌદ લાખ યોનીઓ
એ પ્રમાણે ચોરાશી લાખ યોનિઓ છે. આવા ગાથાર્થ : સંસારકારાગૃહરૂપી ગ્રીષ્મમાં વિષયરૂપી કુવાત (ખરાબ વાયુ) વડે
લૂકિન થયેલા અર્થાતુ લૂને પ્રાપ્ત થયેલા હિત અહિતને નહીં જાણતા
અનંતદુઃખોને અનુભવે છે. ૧૯૨ll ભાષાંતરઃ સંસાર એ જ ચાર કારાગૃહ તે રૂપ જે ગ્રીષ્મ - ઉનાળો તેમાં
વિષયરૂપી કુવાત ઉષ્ણ હોવાથી અતિસંતાપને ઉત્પન્ન કરનારા ખરાબ વાયુ વડે લૂતિ થયેલા. લૂ એ મરુદેશમાં પ્રસિદ્ધ એવો ઉનાળાનો વાયુ-લૂ તેને પ્રાપ્ત થયેલા જીવો હિત અર્થાત્ સુખકારી, અહિત તે દુ:ખજનકને નહી જાણતા અનંતદુ:ખોને અનુભવે છે,
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૦