________________
આસ્વાદ કરે છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં લૂ વડે વ્યથિત (દુ:ખી) થયેલા જુવો હિત શું અને અહિત શું ? એમ નહીં જાણતા દુ:ખો વડે વ્યાપ્ત થયેલા રહે છે તે જ રીતે આ વિષયથી પીડાતા જીવો પણ દુ:ખનો
અનુભવ કરે છે. ll૯રા ગાથાર્થ : ખેદની વાત છે કે લોકમાં દુરંત અને દુષ્ટ કુશિક્ષિત એવા વિષય રૂપી
અશ્વો મુગ્ધ જીવોને ભીષણ ભવાટવીમાં પાડે છે. ૯૩ll ભાષાંતર: ‘હા’ શબ્દ વિષાદ, શોક અને જુગુપ્સા એમ ત્રણ અર્થમાં છે. અતિ ખેદને
જણાવવા માટે ‘દા હૈ' એમ બે વાર છે. દુરન્ત અર્થાત્ દુ:ખદ છે અંત જેનો તે, અને દુષ્ટ એવા, વિષય રૂપી અશ્વો લોકમાં કુશિક્ષિત અર્થાત્ ખરાબ શિક્ષાને પ્રાપ્ત થયેલા – પ્રતિકૂળ ગતિ વડે અવિનીત એવા આ વિષય તરંગો ભીષણ ભવાટવીમાં મુગ્ધ એટલે કે મૂઢ જીવોને પાડે છે, પ્રવેશ કરાવે છે. “નિશા'એ દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી જાણવી. જેમ કુશિક્ષિત અશ્વો અટવીમાં પુરુષોને લઈ જાય તેમ વિષયો જીવોને
ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. Ileall ગાથાર્થ : વિષયની ઇચ્છા વડે સંતપ્ત થયેલા કાદવવાળા સરોવરની જેમ
નારીઓને વિષે રક્ત, દુઃખી, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવ વનમાં
ભમે છે. ૯૪ો. ભાષાંતર: વિષય પિપાસા અર્થાત્ વિષયો ભોગવવાની ઇચ્છા વડે તપ્ત એટલે કે
સંતાપને પ્રાપ્ત કરેલા જીવો, નારીઓને વિષે રક્ત થયેલા, કાદવવાળા સરોવરમાં રક્ત થયેલાની જેમ દુઃખિત થયેલા, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવવનમાં રખડે છે, ભમે છે, પડે છે. જેમ તરસ વડે પરાભવ પામેલા પુરુષો સરોવરના કાદવમાં નિમગ્ન થયેલા, ખૂંપી ગયેલા દુ:ખિત દીન અને ક્ષીણ થાય છે, તે જ રીતે વિષય પિપાસા વડે સંતપ્ત જીવો પણ થાય છે. દુ:ખ તે શારીરિક વ્યથા તેને પ્રાપ્ત થયેલા તે દુઃખિત દીન તે વૈમનસ્યને (વિપરીત મનને) પ્રાપ્ત થયેલા, ક્ષીણ તે શરીરને વિષે કુશપણાને પ્રાપ્ત થયેલા. ll૯૪
ઈન્દ્રિયપરાજયશતક ૧૯૧