________________
ગાથાર્થ : હે જીવ! જેમ વલ્લી (રજુ) વડે નિયંત્રિત કરાયેલો અશ્વ ગુણકારી છે
તેમ ધૃતિરૂપી રજુ વડે નિયંત્રિત કરાયેલી તારી ઇન્દ્રિયો અતિશય
ગુણકારી છે. પણ ભાષાંતરઃ રે જીવ ! તારી ઈન્દ્રિયો ધૃતિરૂપી રજુ વડે નિયંત્રિત સંયત કરાયેલી
અતિશય ગુણકારિણી છે અર્થાત્ મૂલોત્તરગુણની પોષક છે. ધૃતિ વડે ઇન્દ્રિયના દમનમાં જ સંયમ પુષ્ટ થાય છે. કોણ કેવાની જેમ ? વલિ અર્થાત્ લતા, તેના વડે નિવૃત્ત કરાયેલા એટલે કે ખોટા માર્ગમાંથી પાછા વળાયેલા તુરંગમ એટલે અશ્વોની જેમ. જેવી રીતે અશ્વ વલ્લિ (રજ્જ) વડે નિયંત્રિત કરાયેલો ગુણકારી થાય છે, તેના ઉપર આરૂઢ થયેલા પુરુષને આનંદ કરે છે. અથવા વલ્લિ એટલે કેશ, અહીં ગાય આદિના રોમ તેના વડે બનાવાયેલી રજુ તે વલ્લિ. વ8 વર્શરી વિછરીસેસુ (૭-રૂર રેશીનામમાત્રા) એ પ્રમાણે દેશ્ય
શબ્દોમાં વલ્લિ શબ્દ કેશ માટે છે. ll૯પા ગાથાર્થ : સુનિવૃત્ત થયેલા એવા મન-વચન અને કાયાના યોગો પણ ગુણને કરનારા
છે. અનિવૃત્ત રહેલા વળી આ યોગો મત્ત હાથીની જેમ શીલરૂપી વનને ભાંગી
નાખે છે. ll૯૬ll. ભાષાંતરઃ મન વચન અને કાયાના યોગો અર્થાતુ મન, વચન અને કાયાના વ્યાપારો
સારી રીતે અબ્રહ્મથી નિવૃત્ત થયેલા (પાછા ફરેલા) અર્થાત્ જેઓ (જે પુરુષો) મન વડે, વચન વડે અને કાયા વડે પણ અબ્રહ્મને નથી સેવતા, તે પણ એટલે કે એવા મનવચનકાયાના યોગો પણ ગુણકર છે. સંયમની નિર્મળતા રૂપ ગુણને કરનારા છે. અબ્રહ્મથી નિવૃત્ત નહીં થયેલા એવા આ યોગો મત્ત હાથીની જેમ ઝરતા એવા મદના જલથી યુક્ત હાથીની જેમ શીલ રૂપી વનને ભાંગી નાખે છે મર્દન કરે છે. જેમ મત્ત હાથી
વનને ભાંગે તેમ અનિવૃત્ત એવા આ યોગો પણ શીલને ભાંગે છે. કા. ગાથાર્થ : જેમ જેમ રાગાદિ દોષો વિરામ પામે, જેમ જેમ વિષયોથી વૈરાગ્ય
થાય, તેમ તેમ જાણવું કે તેને (તે પુરુષને) પરમપદ નજીક છે. ૯૭
ઈન્દ્રિયપરાજયશતક ૧૬૨