________________
ભાષાંતર પ્રકર્ષ વડે બળાયેલો, દિપ્ત થયેલો વિષયાગ્નિ અર્થાત્ વિષય રૂપી અનલ
કૃત્ન એટલે સકલ પણ ચારિત્રસારને અર્થાત્ ચારિત્ર રૂપ સારભૂત દ્રવ્યને બાળે છે. ભસ્મીભૂત કરે છે. ચારિત્રને બાળવાનું તો દૂર રહો, સમ્યક્તને પણ વિરાધીને - તેના દોષના ઉત્પાદન કરવા વડે મલિન કરીને અર્થાત્ મિથ્યાત્વને પ્રાપ્ત કરીને અનંત સંસારીપણાને કરે છે
અર્થાત્ અનંત ભવભ્રમણને પણ પ્રાપ્ત કરે છે. II૮૩. ગાથાર્થ : ભીષણ એવા ભવ રૂપી અટવીમાં જીવોની વિષય તૃષ્ણાઓ વિષમ છે.
જેના વડે નચાવાયેલા ચૌદ પૂર્વધર પણ નિચ્ચે નિગોદમાં ભમે છે. ll૮૪
ભાષાંતર: ભીષણ એવા ભવરૂપી કાન્તારમાં અર્થાતુ રૌદ્ર એવી સંસાર રૂપી અટવીમાં
જીવોની એટલે કે ભવાભિનન્દી પ્રાણીઓની વિષય તૃષ્ણા એટલે કે વિષયવાંછા તે વિષમ છે. અર્થાત્ દુઃસહ છે. જે કારણે કહ્યું છે કે – આશાના આરાધનમાં તત્પર એવાઓ વડે અંદરની વરાળ અને હસવાનું પણ રોકીને શૂન્ય મન વડે દુર્જન પુરુષોના ઉલ્લાપો કેમે કરીને સહન કરાયા, ચિત્તનો સ્તંભ કરાયો, હણાયેલી બુદ્ધિવાળાઓને પણ અંજલિ (પ્રણામ) કરાઈ તો હે આશા ! નિષ્ફળ આશા ! તું આનાથી વધારે હજી શું નચાવે છે ? જે વિષય તૃષ્ણા વડે નચાવાયેલા અર્થાત્ વિગોપન કરાયેલા એવા ચૌદપૂર્વીઓ પણ, બીજાની વાત તો દૂર રહો, - સૂક્ષ્મ અને બાદર એ બે ભેદવાળી નિગોદમાં – અનંત જીવોવાળી શ્રી જિનાગમમાં પ્રસિદ્ધ એવી નિગોદમાં, “દુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે નિચ્ચે રોળાય છે અર્થાત્ ગબડે છે. જીવો વિષયના આસક્તપણા વડે પઠન-પાઠન આદિની આસક્તિના અભાવથી ચૌદપૂર્વનું પણ વિસ્મરણ કરે છે અને ત્યાંથી નિગોદમાં ભમે છે. જે કારણે જીવાનુશાસન વૃત્તિમાં કહ્યું છે કે – પૂર્વના સૂત્રના અભાવમાં મરીને ચૌદપૂર્વી એવા શ્રુતકેવલી પણ પ્રસિદ્ધ એવા અનંતકાયમાં વસે છે, રહે છે. વળી પૂર્વના સૂત્ર હોતે છતે નહીં. II૮૪l.
ગાથાર્થ: (હા ખેદ અર્થમાં) ખેદની વાત છે કે, જીવોને વિષયો અત્યંત વિષમ છે,
કે જે વિષયોને વિષે આસક્ત થયેલા અનંત દુઃખોને પામતા ભવ સમુદ્રમાં ભમે છે. પ૮પા.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૭