Book Title: Vairagyashatak Indriyaparajayshatak
Author(s): Punyakirtivijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 312
________________ ગાથાર્થ: હે જીવ! તારા તપ, જ્ઞાન, વિજ્ઞાન અને ગુણોનો વિસ્તાર અતિશય વડે અત્યંત રીતે અગ્નિની જ્વાળામાં પડો. કારણે () વામ એવા (મોક્ષમાર્ગ માટે પ્રતિકૂળ એવા) કામોને વિષે સ્વભાવથી જ રજિત થાય છે અને જેઓ વડે (જે વિષયો વડે) ફરી ફરી નરકરૂપી અગ્નિમાં પકાવાય છે. આવા ભાષાંતર: હે જીવ ! હે આત્મા ! તારા તપ, જ્ઞાન, વિજ્ઞાન અને ગુણોનો, તપ - ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ, જ્ઞાન તે શાસ્ત્રનો અવબોધ, વિજ્ઞાન તે ક્રિયાઓમાં કૌશલ, ગુણો, વૈર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય આદિ ગુણો, તેઓનો. ડમ્બર અર્થાતું આડમ્બર, આટોપ વિસ્તાર તે ‘નિમર' એ તૃતીયાના અર્થમાં પ્રથમા છે. માટે “નિર્ભરે' અતિશય વડે (અત્યંત રીતે), જ્વલન જ્વાલા એટલે અગ્નિ શિખાઓને વિષે પડો, પ્રવેશ કરો. તારો સર્વ પણ ગુણોનો સમૂહ ભસ્મસાત્ થાઓ. (નિવડંતુ એ પ્રમાણે અહીં પ્રાકૃત હોવાથી બિન્દુનો લોપ શક્ય છે, પણ થયો નથી. જે તે પ્રકૃતિથી જ અર્થાત્ સ્વભાવથી જ વામ એટલે કે મોક્ષમાર્ગ માટે પ્રતિકૂળ એવા કામ અર્થાત્ શબ્દાદિ વિષયો તેને વિષે રાગ કરે છે. * “ર રા” કર્મકર્તરિ અર્થમાં યજ્ઞ પ્રત્યય માટે સ્વયં જ રાગવાળો થાય છે. એ પ્રમાણે અર્થ છે. વિષયોનો ત્યાગ કરવા માટે શક્યમાન નથી. જે કામો વડે તું ફરી ફરી નરક રૂપી અગ્નિમાં પકાવાય છે. કામો વડે જ ઘણી વાર નરકની પ્રાપ્તિ થયે છતે અગ્નિકુમ્ભીઓમાં પકાવવું તે સુલભ જ છે. ૭કો ગાથાર્થ : જે જે વિષયો વડે મનુષ્યત્વને હારે છે, તે ભસ્મને માટે ગોશીર્ષ (ચંદન) અને શ્રીખંડને બાળવાનું કરે છે, એ રાવણ હાથીને વેચીને બોકડાને ખરીદવા જેવું કરે છે. કલ્પવૃક્ષને ઉખેડીને ત્યાં એરંડને વાવવાનું કરે છે. I૭૭ પાણિની ધાતુપાઠમાં આ સ્વાદિ ધાતુઓમાં ૧૦૨૪મો ધાતુ છે. સુષિરો (પનિ ૨-૩૧૦) સૂત્ર વડે અથવા “દિવ્ય વા પર ' (. રૂ-૪-૭૪) સૂત્ર વડે “ચંતિ' રૂપ સિદ્ધ થાય છે. ઈન્દ્રિયપરાજયશતક ૧૫૩

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338