________________
જે તું કરે છે અને મન, વચન અને કાયાને જે સંવરતો નથી. અર્થાત્ મનવચન-કાયાને અસંયમ માર્ગે પ્રવર્તાવે છે અથવા પંચેન્દ્રિયના વિષય ઉપર આસક્તિ હોવાથી મન, વચન અને કાયાને સંવરતો નથી એમ જોડવું. અપભ્રંશ, તાદર્થ્ય અને ઘોતિત કરવું એ અર્થમાં “સી” એ શબ્દનિપાત થયો છે. જે કારણે પ્રાકૃત શબ્દાનુશાસનમાં કહ્યું “તાવ ઋહિતે દિસિતાને
' (સિ. ૮-૪-૪૨૫) તથા જે જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોને, ‘આપ’ શબ્દ અવધારણ અર્થવાળો છે. અર્થાત્ અવશ્ય નિર્જરતો નથી અર્થાત્ મૂળથી તેઓનું ઉમૂલન નથી કરતો, તે બધું ગલપદે અર્થાત્ પોતાના ગળાના ભાગ ઉપર, કર્તરી એટલે (છરીને વહન કરાવે છે. અર્થાત્ કેળની ઉપમાવાળા
(કોમળ) ગળા ઉપર છેદવા માટે છરીને મૂકે છે. I૭૪ો. ગાથાર્થઃ રે આત્મા!તું શું આંધળો છે? અથવા શું ધતૂરાને તું ખાઈ ગયો છે? અથવા
શું સન્નિપાત વડે તું વ્યાપ્ત છે? કે જે કારણે અમૃત જેવા ધર્મને વિષની જેમ અવગણે છે અને વિષમ એવા વિષય રૂપી વિષને અમૃતની જેમ બહુમાને છે. (બહુમાન કરે છે.) છપા
ભાષાંતરઃ રે આત્મા ! તે શું તું આંધળો છે - ચાલી ગયેલી આંખવાળો છે ?
અથવા શું તું ધતૂરિત છે ? અર્થાત્ ખાધેલું છે માતુલ પુત્રક બીજા જેણે એવો છે ? અથવા સન્નિપાત વડે અર્થાત્ વાત, પિત્ત, ગ્લેખ એ ત્રણેનું એક સાથે રહેવું તે સન્નિપાત, તેના વડે આપૂરિત અર્થાત્ વ્યાપ્ત છે. એટલે તને શું સન્નિપાત થયો છે કે જે અમૃત જેવું, પીયુષના પાન (પીવા)ની ઉપમાવાળા ધર્મને અર્થાતુ વિષયથી નિવૃત્તિરૂપ જે ધર્મ તેને વિષની જેમ અપમાને છે, અવગણના કરે છે. જેમ વિષની અવગણના કરાય એ રીતે અમૃત જેવા ધર્મની અવગણના કરે છે, તથા વિષમ એટલે દુઃસહ, સંયમ જીવનનો નાશ કરતા હોવાથી વિષમ એવા વિષય રૂપી વિષને અમૃતની જેમ બહુમાને છે. અહીં તારી અતત્ત્વ બુદ્ધિનું જ ચેષ્ટિત (કાર્ય) મૂળમાં છે. ભ્રમવાળો જ અસને સત્ અને સતુને અસત્ અર્થાત્ સારાને ખરાબ અને ખરાબ વસ્તુને સારી જાણે. ૭પી.
ઈન્દ્રિયપરાજયશતક ઉપર