________________
ભાષાંતર :નુજ્ઞ જે જે વિષયો વડે મનુષ્યત્વને હારે છે અર્થાત્ વિષયમાં
આસક્તપણા વડે મનુષ્યનો ભવ નિષ્ફળ કરે છે - સ્વર્ગ-મોક્ષરૂપ ફળની પ્રાપ્તિરૂપ જે ફળ તેને હારી જવાથી નિષ્ફળ કરે છે, તે (પુરુષ) આવા પ્રકારનો જાણવો. તે બતાવતા કહે છે – ગોશીષ એટલે હરિચંદન અને શ્રીખંડ એ મલયગિરિમાં થતુ ઉત્તમ ચંદન તે બંનેનો ખંડ એટલે ટૂકડાને, તે ક્ષાર એટલે ભસ્મને મેળવવા માટે બાળે છે. એટલે કે ભસ્મ જેવી અસાર વસ્તુને માટે ગોશીષ શ્રીખંડને અગ્નિમાં નાખે છે તથા છગલ એટલે છાગ (બોકડો) તેને ગ્રહણ કરવા માટે ઐરાવણ તે ઈન્દ્રનો હાથી તેને વેચે છે. ઈન્દ્રના હાથીને (ઉત્તમ પ્રાણી) વેચીને છાગને (તુચ્છ પ્રાણીને) ખરીદે છે તથા કલ્પતરુને એટલે કલ્પવૃક્ષને તોડીને લણીને એરંડ એટલે પંચાંગુલને (તુચ્છ વનસ્પતિ) વાવે છે. અર્થાત્ તેના સ્થાને આરોપે છે. અહીં આર્ષપ્રયોગ
હોવાથી વિભક્તિનો લોપ થયેલ છે. II૭૭ી. ગાથાર્થ: હે આત્મા ! જીવિતને અધ્રુવ જાણીને, મુક્તિના માર્ગને જાણીને, પોતાના
પરિમિત આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ. ૭૮ ભાષાંતર હે આત્મા ! જીવિતને અર્થાત્ પ્રાણોને, અધ્રુવ - અશાશ્વત છે, એમ
જાણીને અને વળી હારિલવાચકે કહ્યું છે કે – રાજ્ય, ઐશ્વર્ય, ધન, કનક અને સારભૂત બધું, પરિજન, રાજાની મહેરબાની બધું અનિત્ય છે.વિપુલ એવું દેવનું સુખ પણ અનિત્ય છે, રૂપ અને આરોગ્ય પણ ચલ છે. શ્રેષ્ઠ એવું આ જીવિત પણ ચલ છે. જે આ દેખાતો લોક સુખને કરે છે, તે લોક પણ ચપળ છે.” જ્ઞો ધ્વ જ્ઞો' (સિ. ૮-૪-૨૫૨) એ સૂત્રથી જ્ઞ ધાતુનો કર્મભાવમાં
આદેશો થાય છે. સિદ્ધિમાર્ગ અર્થાત્ મુક્તિપથને - સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, શાશ્વત સુખને કરનારા એવા એ માર્ગને જાણીને તથા પોતાના પરિમિત અર્થાત્ પ્રમાણ સહિત સો વર્ષ વગેરે રૂપ પ્રમાણ અર્થાત્ અતિશય અલ્પ એવા આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ, નિવર્તન કર. “મોકલું' એ તૃતીયાના અર્થમાં થયેલી સપ્તમી વિભક્તિ છે.
• પાંચ આંગળીઓ જેવા પાંદડા છે જેના તે એરંડ તે જ પંચાગુલ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૪