________________
ભાષાંતરઃ કલમલ અર્થાત્ લાંપસ્ય-આસક્તિ હોવાથી તે વિષય જો પ્રાપ્ત ન થાય
તો ચિત્તનો ક્ષોભ, અરતિ એટલે ગાઢ ચિત્તનો ક્ષોભ, અબુભક્ષા તે તે વિષયોની ચિંતા વડે વ્યાકુળ મન હોવાથી અરુચિપણું, વ્યાધિ તે વર આદિથી સંભવતુ દુઃખ, દાહ એટલે અતિશય તાપ, આદિ શબ્દથી મૂચ્છ આદિ અસુખને ગ્રહણ કરવા. ફક્ત આ જ (દુઃખો) નથી થતા પણ મરણ એટલે કે પ્રાણત્યાગ પણ થાય છે. “દુ' અવશ્ય અર્થમાં છે, કામમાં સંતપ્ત જીવોને વિરહાદિ અર્થાત્ સ્ત્રીના વિયોગાદિ હોતે છતે મરણ છે. અંતમાં એવી દશા-અવસ્થા પ્રાપ્ત કરે છે અને તે સ્મરની આતુરતા વડે જીવો અનુભવે છે. જે કારણે કહ્યું છે કે – (કામમાં આસક્ત જીવને) પહેલા અભિલાષ થાય છે. બીજે નંબરે પદાર્થનું ચિંતન, ત્રીજે એ પદાર્થની વારંવાર સ્મૃતિ, ચોથે એના ગુણોની પ્રશંસા થાય, પાંચમે ઉગ જાણવો, છછું વિલાપ કહેવાય છે, સાતમે નંબરે ઉન્માદ જાણવો અને વ્યાધિ આઠમે થાય, નવમે જડતા કહેવાયેલી છે અને દશમે મરણ થાય છે અને વળી કહ્યું છે કે – વ્યાધિગ્રસ્ત માણસ દુબળો હોય, છેડાયું હોય-ઘા પડ્યો હોય તો લોહી નીકળે, (સાપ) હંસેલા માણસને મોઢામાંથી લાળ ઝરે, અહીં (આ માણસમાં) આ બધું નથી, તો આ બિચારો મુસાફર શી રીતે મર્યો ? હા ! જણાયું. મધમાં લંપટ બનેલા ભમરાઓએ મચાવેલા કોલાહલવાળી આંબાની મંઝરી ઉપર દૃષ્ટિ સ્થાપના કરી. (તેથી ભમરાઓને એમ લાગ્યું કે આ મુસાફર મંઝરી લઈ લેશે, તેને
કરડ્યા, ઝેર ચડ્યું માટે મરી ગયો.) I૭૩ll ગાથાર્થ : (હે જીવ !) (જે તું) પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિને કરે છે. મન,
વચન અને કાયાને સંવરતો નથી (અને વળી) જે આઠ કર્મોની નિર્જરા પણ નથી કરતો, તે તું સ્વયં જ તારા ગળા ઉપર છરીને (ધારણ કરે
છે) મૂકે છે. ૭૪. ભાષાંતરઃ હવે ગ્રન્થકાર આત્માને શિખામણ આપે છે. રે જીવ ! “gવલિય-વિસર્ષ
પસંજસિ' અહીં એક અક્ષરથી વિકલ એવું પદ છે, માટે રેસિ એ પ્રમાણે લેવું. જેમ કે જે નળ રાજાની કથા સાંભળીને પંડિતજનો પૃથ્વીનો પણ તેટલો આદર કરતા નથી. અહીં સુધા અર્થાત્ વસુધા અર્થ કરવાનો છે. પંચેન્દ્રિયો અને તેના) જે વિષયો તેને વિષે પ્રસંગ અર્થાત્ આસક્તિને
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૧