________________
ભૂમિ ઉપર મત્ત હાથીના કુંભને દળી નાખવામાં ઘણા શૂરવીર હોય, કોઈ વળી પ્રચંડ એવા સિંહનો વધ કરવામાં હોંશિયાર હોય પરંતુ બળાત્કાર વડે પંડિતોની આગળ હું કહું છું કે કંદર્પના દર્પનું દલન કરનાર વિરલ મનુષ્યો જ હોય છે. II૭૧. “પરમ્’ શબ્દ અધ્યાહારથી લેવાનો છે. એટલે પરંતુ એક કામ જ દુર્જય છે. ળિયેવિય-વધારો (સિ.૮-૨-૧૮૪)એ સૂત્રથી વિય' અવધારણ
અર્થમાં છે. ગાથાર્થ : જીવોને અનાદિ ભવભાવના વડે (અભ્યાસ હોવાથી) વિષય પિપાસા વિષમ
(ભોગતૃષ્ણા દુસ્તર) છે તથા ઈન્દ્રિયો અતિ દુર્જય છે, ચિત્ત ચંચળ છે. (ખરેખર સત્ત્વથી તૃષ્ણા દૂર કરાતી હોવાથી આગળ કહે છે) - સત્ત્વ અલ્પ, અસાર છે. સ્ત્રીઓ મોહનવેલી છે. (મોહને ઉત્પન્ન કરનારી છે) એ પ્રમાણે (હોતે છતે) ચલિત ચિત્તવાળો પુરુષ આત્માને કેમ કરીને સ્થાપન કરે. અર્થાત્ શીલભંગને પ્રાપ્ત ન કરે. ll૭૨ અહીં ગ્રંથમાં આ આગળની ગાથા નથી, પણ સંબંધ બેસતો હોવાથી વૃત્તિકાર
ભગવંતે લખી છે. ૭૨ ભાષાંતરઃ જીવોને - પ્રાણીઓને અનાદિ ભવભાવના વડે અર્થાતુ અભ્યસ્તપણા
વડે વિષમ એવી વિષયપિપાસા અર્થાત્ દુતર - દુઃખે કરીને નિવારી શકાય એવી ભોગતૃષ્ણા અને અતિ દુર્જેય એવી ઈન્દ્રિયો તથા ચંચલ ચિત્ત એટલે કે ચપળ એવું મન છે. ખરેખર સત્ત્વ વડે જ તૃષ્ણાને નિવારી શકાય માટે કહે છે - “બેવ..' અતિ થોડું, અતિ અલ્પ, અસાર, ક્ષણભંગુર એવું સત્ત્વ છે. અર્થાત્ ચિત્તની દઢતા, સ્થિરતા છે. મહિલા સ્ત્રીઓ તે મોહનવેલીઓ છે. સ્વભાવથી જ મોહ ઉત્પાદિકા છે. આવા પ્રકારો વડે ચલિત ચિત્તવાળો જીવ કેમે કરીને આ પ્રમાણે પહેલા કહેવાયેલા સ્ત્રી સંસર્ગ વર્જનરૂપે આત્માને સ્થાપન
કરે ? અર્થાત્ શીલભંગથી બચેલો રહે ? II૭૨I ગાથાર્થ : કલમલ, અરતિ, ખોરાકની અરૂચિ વ્યાધિ, દાહ આદિ વિવિધ દુઃખો જ
નહીં, પરંતુ કામ વડે સંતપ્ત જીવોને નિચ્ચે (સ્ત્રીથી) વિરહાદિ હોતે છતે મરણ પણ પ્રાપ્ત થાય છે. I૭૩ll.
ઈન્દ્રિયપરાજયશતક ૧૫૦