________________
આપણે આચરીશું.” (૧૯) નહીં સાંભળવા યોગ્ય એવું આવું સાંભળીને નિર્વિકલ્પ ચિત્તવાળી સતી વસ્ત્રને ધારણ કરીને હવે ધીરતાને ધારણ કરીને સ્પષ્ટ રીતે બોલી, (૨૦) “હે મહાનુભાવ ! ભવનું કારણ એવો આ તારો કેવો સંભ્રમ છે ? તે પ્રવજ્યાની પોતાની પ્રતિજ્ઞાને યાદ કર પણ એને ભૂલ નહીં. (૨૧) શ્રીમદ્ નેમિનાથ ભગવંત વડે જે કહેવાયું છે કે, સંયતીની પ્રતિસેવનાદિ (સાધ્વીનો સંસર્ગાદિ) બોધિનું ઘાતક છે, તે તને આજે જ વિસરાઈ ગયું ? (૨૨) જે કારણથી કહેવાયું છે કે, સંયતીની પ્રતિસેવનામાં, ધર્મના ઉડ્ડાહમાં, ઋષિઘાતમાં અને દેવદ્રવ્યના વિનાશમાં બોધિનો ઘાત નિવેદન કરાયો છે. (૨૩) પહેલા ગૃહસ્થ એવી પણ મારા વડે જે તમે વચન વડે પણ નહોતા ઈચ્છાયા, તે હું વ્રત પ્રતિજ્ઞામાં રહેલી આજે તમને કેવી રીતે આદર કરું ? (૨૪) હું શ્રી ભોજવંશની છું અને તમે અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયા છો. આ અનુચિત કર્મ બન્નેને લજ્જા વધારનારું છે. (૨૫) અગધનકુળમાં જન્મેલા તિર્યંચ એવા પણ જે સર્પો છે, તેઓ પણ વમેલું નથી ખાતા, તેનાથી અધિક એવા તમે તેની ઈચ્છા (વમેલાની ઈચ્છા કરનારા) કેવી રીતે કરો ? (૨૭) નિષ્કલંક જીવોનો જ આ જન્મ સફળ છે. ખંડિત થયેલા બ્રહ્મચર્યવાળા જીવોના જીવિતને વળી ધિક્કાર છે. (૨૭) જો સ્ત્રીઓથી વ્યાપ્ત એવા લોકમાં તમારું હૃદય અસ્થિર છે, તો પવનથી મૂળથી ઉખડી ગયેલા વૃક્ષની જેમ ક્યાંય પણ સ્થિરતા પ્રાપ્ત નહીં કરે. (૨૮) તે કારણથી વરાટિકા માટે કોટિનો નાશ ન કર. આથી ધીરત્વને સ્થાપીને શુદ્ધ ધર્મનું આચર. (૨૯) આ પ્રમાણે મદનના ઉન્માદના દર્પરૂપી સર્પને વશ કરવા ઉત્તમ જાંગુલી સમાન તેણીની ઉક્તિની યુક્તિને સાંભળીને રથનેમિ આ પ્રમાણે વિચારવા લાગ્યા. (૩૦) “સ્ત્રીના અવતારમાં પણ ગુણસંપત્તિના નિધાન રૂપ આને ધન્ય છે. કુકર્મરૂપી સમુદ્રમાં મગ્ન, પુરુષ એવા પણ મને ધિક્કાર છે. (૩૧) ગૃહસ્થપણાથી જ આણીનું ધીરત્વ કેવું છે ? અથવા જાત્યરત્નનું મૂલ્ય, પ્રમાણ (આટલું છે) વડે કોણ જાણી શકે ? (૩૨) મારા વડે પહેલાં પણ અને હમણાં પણ તેણીથી વિરુદ્ધ આચરણ કરાયું. ધિક્કાર છે ! અથવા તો પુરુષોની લઘુતા અને ગુરુતા બંને અવસ્થાના વશથી થાય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૮