________________
ભાઈ વડે ત્યાગ કરાયેલી (વમન કરાયેલી) એવી મને ભોગવવા માટે તું કેવી રીતે યોગ્ય છે ?” (૫) હાથીને છોડીને ગધેડાનું બહુમાન કોણ કરે ? અથવા રત્નનો અનાદર કરીને કાચ વિષે પણ કોણ બુદ્ધિને કરે ? (૬) “ભાઈના સ્નેહને અનુસરનારા આ (ભટણા) છે' - એ પ્રમાણે મેં ગ્રહણ કર્યા. જન્માંતરમાં પણ નેમિ સિવાય બીજો કોઈ મારો વર ન થાઓ. (૭) સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે પતિવ્રતા એવા રાજીમતી વ્રત ગ્રહણ કરીને મહત્તરા થઈ. (૮) એક વખત વિહાર કરતા સ્વામી રૈવતગિરિ ઉપર સમવસર્યા. કૃષ્ણાદિ અન્તઃપુર સહિત પ્રભુને વંદન કરવા ગયા. (૯) સંસાર ઉપર વૈરાગ્યને ઉત્પન્ન કરનાર એવી ધર્મદેશનાને સાંભળીને શ્રી જિનની પાસે રથનેમિએ ચારિત્ર ગ્રહણ કર્યું. (૧૦) રાજીમતીની પાસે સ્ત્રીનો સમૂહ પોતાની દીક્ષા પાળતો હતો. ઉત્તમાર્થ માટે કરવા યોગ્ય કાર્યોમાં પંડિતો ક્યાંથી શિથિલ હોય ? (૧૧) એક વખત નેમિપ્રભુને નમીને રથનેમિ માર્ગમાં જતાં વૃષ્ટિ વડે બાધિત કરાયેલા ગિરિની ગુફામાં પ્રવેશ્યા. (૧૨) રાજીમતી પણ વૃષ્ટિ વડે બાધિત થયેલી ત્યારે ત્યાં રહેલા રથનેમિને નહીં જાણતી તે જ ગુફામાં પ્રવેશી. (૧૩) અંધકાર હોવાથી કટીપ્રદેશ ઉપર સ્થાપન કરેલા ચક્ષુવાળા એવા તેને (૨થનેમિને) નહીં જોઈને મહાસતીએ વસ્ત્રોને સૂકવવા માટે આજુબાજુ નાખ્યા. (૧૪) સ્વર્ગલોકને જીતવા માટે જ તપક્રિયાને સાધતી, પાતળી, નિર્વસ્ત્ર એવી તેણીને જોઈને તેઓ (૨થનેમિ) ઉભા થઈ ગયેલા રોમાંચ વડે આકુળ થઈ ગયા. (૧૫) સૃષ્ટિનું સર્વસ્વ જ જાણે પિડિત થયેલું હોય એવી આ મૃગેશણા ખેદ છે કે, “એક વખત પણ મારા વડે ન ભોગવાઈ, ધિક્કાર છે મને ! મારો જન્મ નિરર્થક છે.” (૧૬) ભાઈના વૈરથી જ જાણે ન હોય (અર્થાત્ નેમિપ્રભુને કામ જીતી ન શક્યો માટે વૈર હતું.) એમ ત્યારે કામ વડે મર્મને વિષે તે (રથનેમિ) તે રીતે હણાયા કે, જે રીતે વિવશ થયેલા અન્તઃકરણવાળા એવા તેઓ પોતાના આત્માને પણ ભૂલી ગયા. (૧૭) જરાક કંપતા શરીરવાળા, વિહ્વળ એવા તે રથનેમિ સેવકની જેમ ઉઠીને પહોળી થયેલી દૃષ્ટિવાળા એવા તે તેણીની આગળ ઉભા રહ્યા. (૧૮) “હે ભદ્ર ! સ્વેચ્છાપૂર્વક આવ. આપણે બંને જન્મને સફળ કરીએ. પાછલી ઉંમરમાં તપવિધિને
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૭.