________________
(૭૦) મન્ત્રીએ કહ્યું કે તમારે વિષાદ કરવા યોગ્ય નથી જે કારણથી આ તમારો જ પ્રતાપ છે. જેમ કે તે વિનું જ માહાત્મ્ય છે કે જે અરુણ અંધકારને દૂર કરે છે. (૭૧) શ્રેષ્ઠ એવા વૈરાગ્યને પ્રાપ્ત કરીને પુત્રને રાજ્ય આપીને રાજાએ દીક્ષા ગ્રહણ કરીને પરમાર્થને સાધ્યો. (૭૨) આવો પ્રચંડાત્મા એવો રિપુમર્દન રાજા પણ પત્ની વડે દાસપણું કરાવાયો તો બીજાની તો શું ગણના ? (૭૩) આ પ્રમાણે સ્ત્રીના દાસત્વ ઉપર રિપુમર્દન રાજાની વાર્તા છે. ૬૮॥
ગથાર્થ યદુનંદન, મહાત્મા, શ્રીનેમિજિનનો લઘુભ્રાતા, વ્રતને ધારણ કરનારા ચરમ શરીરી એવા રથનેમિએ રાજીમતીને વિષે રાગબુદ્ધિને કરી. ખરેખર વિષયો દુર્વ્યઘ્ય છે. ૬૯॥
ભાષાંતર: યદુનંદન શ્રી સમુદ્રવિજયરાજાના પુત્ર, મહાત્મા-ઉપશાન્ત ચિત્તવાળા જિનભ્રાતા-શ્રીનેમિજિનના લઘુબન્ધુ, વ્રતધર-ગ્રહણ કરેલી દીક્ષા છે જેમણે એવા, ચરમ શ૨ી૨ી-તે જ ભવમાં મોક્ષમાં જનારા એવા પણ રથનેમિએ રાજીમતીને વિષે રાગની મતિ કરી. અર્થાત્ શ્રીમદ્ ઉગ્રસેનની પુત્રી રાજીમતીને વિષે રાગ એટલે કે અનુરાગ વડે ચિત્તનો ક્ષોભ તેને વિષે મતિ અર્થાત્ બુદ્ધિને કરી. ‘હી’ એટલે ખરેખર વિષયો એટલે ઇન્દ્રિયના વિકારો ખેદને પ્રાપ્ત કરાવનારા છે, દુર્લથ્ય છે. ભાવ એ કે જે વિષયો વડે આવા પણ ૨થનેમિ વિકારના આકારને પ્રાપ્ત કરાવાયા તે વિષયો કોના વડે જીતવા માટે શક્ય છે.
કથાનક આ પ્રમાણે
રાજ્ય અને રાજીમતીને પણ છોડીને વિરક્ત બુદ્ધિવાળા બાવીશમા શ્રીજિન એવા નેમિએ રૈવતગિરિ ઉપર વ્રતને સ્વીકાર્યું. (૧) પાણિગ્રહણની ઇચ્છા વડે નાનાભાઈ ૨થનેમિએ રાજીમતીને પ્રસન્ન કરવા માટે ભેટણાઓ મોકલ્યા.(૨)“પોતાના ભાઈ ઉપરના પ્રેમને કારણે જ આ (૨થનેમિ)મને ભેટણા મોકલે છે” એ પ્રમાણે તેના (નેમિજિનના) પ્રેમથી રાજીમતી પણ કંઈ પણ વિકલ્પ કર્યા વિના તેને ગ્રહણ કરે છે. (૩)રાજીમતીએ એક વખત મદન ફલને સૂંઘીને વમન કરીને વિવાહની આકાંક્ષા વડે પ્રાર્થના કરતા તેને (૨થનેમિને) કહ્યું “આ (વનમ કરેલું) ખા.”(૪) (૨થનેમિએ કહ્યું) “શું હું કૂતરો છું કે પીડિતની જેમ આ વમેલું ખાઉં ?”(રાજીમતીએ કહ્યું)“તો પછી
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૭