________________
એ પ્રમાણે પોતાનું બીજું નામ ધારણ કર્યું. (૪૧) મનોહર પંચમક જેવા આદિજિનેશ્વરના ગીતો એક વખત મહેલના અગ્રભાગ ઉપર ચઢેલા રાજાએ સાંભળ્યા. (૪૨) સામાન્ય રાજપુત્રના વેષને પહેરીને રાજા ત્યાં પશ્ચિમ દ્વારે આવીને નૃત્યને જુએ છે. (૪૩) નૃત્ય કરતી લીલાવતી વડે નેત્રોરૂપી અસ્ત્રા વડે રાજા એ રીતે હણાયો કે તે સ્થાનથી ઉઠવાનું પણ એને યાદ ન આવ્યું. (૪૪) સંગીતમાં મગ્ન એવી તેણીની સાથે સુખાસન વડે રાજાએ પણ તેણીના ઘરે એક ક્ષણની જેમ રાત્રિને પસાર કરી. (૪૫) એ પ્રમાણે દરરોજ ત્યાં નૃત્યને જુએ છે અને રાતે ત્યાં જ કામદેવની દાનશાળામાં રાત્રિને પસાર કરે છે. (૪૬) ત્યાં રાજા જે જે ચેષ્ટા કરે છે તે બધું તેણી પિતાને જણાવે છે અને મસ્ત્રી પણ બધું વહિકાપટ ઉપર લખે છે. (૪૭) એક વખત પગરખાને મૂકીને તે પાલખીમાં ચઢી ગઈ. “પગરખાને લઈ જનારી (દાસી) નથી તો આ તમે ઉપર લઈ આવો” એ પ્રમાણે રાજાને કહ્યું. (૪૮) રાજા વડે પણ મસ્તક વડે તેના ઘરે લવાયા અને તે જ રીતે રાતે નર્તકીએ તેને ત્યાં સુવાડ્યો. (૪૯) એક વખત તેણી વડે કહેવાયું “હે સ્વામિ ! મારા પગ અતિશય બળે છે. તો સખીને ઉઠાડો જેથી એ મને થોડીવાર તળીયામાં હાથેથી માલિશ કરી આપે. (૫૦) ત્રીજા કોઈની હાજરીને નહી સહન કરતા રાજાએ પોતે જ પગને માલિશ કરી આપી. (૫૧) તેણી સુખપૂર્વક સૂઈ ગઈ. સ્વપ્નમાં સંપૂર્ણ ચન્દ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોઈને એ જાગી. (૫૨) કંઈક બોલવા જતા એવા રાજાને જોયો અટકાવીને સહસા ઉઠીને તેની આગળ સ્વપ્ન કહ્યું. રાજા વડે કહેવાયું “હે ભદ્ર ! તને સર્વોતમ એવો પુત્ર થશે” (પ૩) તેટલામાં રાત્રિના વિરામને સૂચવનારો શંખ વાગ્યો. જલ્દીથી ઊઠીને રાજા પોતાના મહેલમાં ગયો. (૫૪) ધર્મધ્યાનને કરતી તેણીએ રાત્રિને ઓળંગી. સવારમાં સૂર્ય ઊગે છતે તેણી પિતાના ઘરે આવી. (૫૫) પિતાને રાત્રીનો વૃતાન્ત કહીને ઘરના દ્વારને બંધ કરીને એકાન્તમાં રહેલી તે સુખપૂર્વક ગર્ભને પાળવા લાગી.
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૪