________________
કીરયુગલના પુત્રના વિવાદ વખતે સ્વયં લખેલું હતું” (૨૬) વહિનામાં તે જ પ્રમાણે તે (લખેલું) જોઈને હવે વિસ્મય પ્રાપ્ત કરેલા ચિત્તવાળા રાજા વડે તેણી બાલપંડિતા જણાઈ. (૨૭) કેટલાક દિવસો પછી માત્સર્યવાળા રિપુમદન રાજાએ ભુવનાનન્દાને પરણીને આ પ્રમાણે આદેશ કર્યો. (૨૮) “હે પ્રિયા ! તું પંડિતા છે, તારે મારા ઘરે ત્યાં સુધી ન આવવું જ્યાં સુધી તેને સર્વ લક્ષણથી યુક્ત એવો પુત્ર ઉત્પન્ન થયેલો ન થાય, (૨૯) જરાક હસીને તેણી વડે પણ કહેવાયું “હે સ્વામી ! પુત્ર થયે છતે જ નિચ્ચે હું તમારા ઘરમાં આવીશ, પણ આટલું બીજું સાંભળો. (૩૦) જો એમ છે કે હું કંઈક છું તો તમારી પાસે મારા પગ ધોવડાવીશ અને તમારી પાસે મારા પગના જોડા ઉપાડાવીશ” (૩૧) આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પોતાના પિતાના ઘરે ગઈ. એકાન્તમાં મસ્ત્રીની આગળ વૃતાન્ત કહ્યો. (૩૨) “પુત્રી ! દુર્ઘટ એવું આ કેવી રીતે ઘટી શકે ?” “હે તાત ! સારી રીતે પ્રયોગ કરાયેલી બુદ્ધિને શું અસાધ્ય છે ?” (૩૩) જે કારણથી નીતિશાસ્ત્રમાં કહ્યું છે “ધનુર્ધારી વડે મૂકાયેલું બાણ એકને હણે અથવા ન પણ હણે પણ બુદ્ધિશાળી વડે ચલાવાયેલી બુદ્ધિ રાજા સહિત રાષ્ટ્રને હણે” (૩૪) મત્રી વડે કહેવાયું. “ફક્ત ભાગ્યના બળને છોડીને બુદ્ધિ વડે પણ નહીં, દાન વડે પણ નહીં અને પુરુષાર્થ વડે પણ આ કાર્ય કરવા માટે શક્ય નથી.” (૩૫) ભુવનાનન્દા વડે કહેવાયું “એમાં કોઈ જ સંશય નથી કે અહીં એવી બુદ્ધિ પણ પ્રાણીઓને કર્મના વશથી થાય છે. (૩૬) પણ હે તાત ! રાજાના મહેલની નજીકની પૃથ્વી ઉપર શ્રીમદ્ આદિનાથનું મોટુ ભવન કરાવાય. (૩૭) જે પ્રમાણે ત્યાં ત્રણે કાળ સૌભાગ્યવાળી સ્ત્રીઓ, ગીત, વાજિંત્રો વડે સંગીતને કરે તે પ્રમાણે કરાવાય. (૩૮) તે સ્ત્રીઓના ઘરની અંદર વળી મારું ઘર પણ કરાવાય. તેણીનું કહેલું મત્રોના સાગર એવા મસ્ત્રીએ કરાવ્યું. (૩૯) હવે વગાડાતા વાજિંત્રો, ગવાતા ગીતોની સાથે ઘણા શંગારવાળી એવી મસ્ત્રીપુત્રી (ભુવનાનન્દા) સ્વયં ત્યાં નૃત્ય કરતી. (૪૦) “ક્યારેક નામને સાંભળીને રાજા મને યાદ ન કરે. એમ વિચારીને તેણીએ “લીલાવતી'
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૩